જાણો મસાલેદાર ભીંડો બનાવવાની રેસીપી, મસાલા અને ભીંડાનું મિશ્રણ જોઈને જ ઘરનાં લોકોનાં મોઢામાં પાણી આવી જશે
બાળકો હોય કે મોટા ખાવામાં ખૂબ જ આનાકાની રહેતી હોય છે. ગૃહિણીના રૂપમાં આજે પણ દરરોજ પરેશાની થાય છે કે આજે શું બનાવીને ખવડાવવામાં આવે? પરંતુ કહેવામાં આવે છે કે જે લોકો કંઈ નથી ખાતા તે ભીંડો જરૂરથી ખાતા હોય છે. એટલે કે જે લોકો વધારે શાકભાજી ખાતા નથી, તેમને ભીંડો જરૂર થી પસંદ હોય છે. આ ડીશમાં ભીંડા કરતા બમણી માત્રામાં ડુંગળી લઈને બનાવવામાં આવે છે. તેના સ્વાદ વિશે તો એટલું જ કહી શકાય છે કે તે અદ્ભુત હોય છે. મસાલા અને ડુંગળીનાં મિશ્રણને સાથે ભીંડાનો સ્વાદ મોઢામાં પાણી લાવે છે. તો આજે અમે તમને આ મસાલેદાર ભીંડો બનાવવાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ કે કેવી રીતે બનશે આ સ્વાદિષ્ટ રેસીપી. સામગ્રી ૨૫૦ ગ્રામ કાપેલો ભીંડો ૧ મોટી ડુંગળી ૧ કચુંબર કરેલ ટમેટું ૧ નાની ચમચી લસણની પેસ્ટ ૧ નાની ચમચી આદુની પેસ્ટ ૧ મોટી ચમચી દહીં ૧ મોટી ચમચી ધાણા પાવડર ૧ નાની ચમચી લાલ મરચાનો પાવડર ૧ નાની ચમચી જીરું ૧ ચપટી હળદર જરૂરિયાત અનુસાર મીઠું ૨ મોટી ચમચી સૂરજમુખી નું તેલ ગાર્નીશિંગ માટે ૨ લીલી ડુંગળી થોડી કોથમીરનાં પાન સ્ટેપ-૧ ભીંડાને યોગ્ય રીતે ધોઈ લીધા બાદ સુકવીને તેને સમારી લો. એક પૈન લો અને તેમાં ...