૨૦૨૧નું સંપુર્ણ વાર્ષિક રાશિફળ (મેષ, વૃષભ, મિથુન, કર્ક) : ૨૦૨૧નું વર્ષ તમારા માટે કેવું રહેશે તે જાણવા માટે વાંચો સંપુર્ણ રાશિફળ
૨૦૨૦નું વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે. નવા વર્ષ માટેની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. જેમ જેમ નવું વર્ષ નજીક આવતી જાય છે તેમ તેમ તેની સાથે જોડાયેલી આશાઓ પણ જન્મ થવા લાગે છે. આ વર્ષમાં અધૂરાં રહેલાં કાર્યો નવા વર્ષમાં પુરા થવાની આશાઓ રહેલી હોય છે. નવા વર્ષમાં આર્થિક પરિસ્થિતિ સારી રહેશે કે નહીં, ભવિષ્ય માટે પૈસાની બચત કરી શકીશું કે નહીં, સંબંધો સુધરશે કે નહીં વગેરે જેવા સવાલો ઉભા થવા લાગે છે.
તમારા આ બધા સવાલોના જવાબ તમને જ્યોતિષશાસ્ત્ર આપી શકે છે. કારણ કે વાર્ષિક રાશિફળમાં તમને આ બધા પ્રશ્નોના જવાબ જરૂર મળી જશે. વાર્ષિક રાશિફળમાં અમે તમને તમારા જીવન સાથે જોડાયેલ મહત્વપૂર્ણ સવાલોના જવાબની ભવિષ્યવાણી આપીશું. અમારા વાર્ષિક રાશિફળની મદદથી તમે કરિયર, વ્યાપાર, નાણાકીય, પરિવાર, પ્રેમ, વિવાહ તથા સ્વાસ્થ્ય જીવન વિશે જાણી શકશો. તો ચાલો જાણીએ કે ૨૦૨૧માં તમારી રાશિ શું કહે છે.
મેષ રાશિ

મેષ રાશિના જાતકો સ્વતંત્ર વિચારોવાળા હોય છે. તમારી રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિવાળા લોકો સ્વભાવથી થોડાં ઉગ્ર હોય છે. ક્રોધ અને આક્રમકતા ને કારણે તમે પોતાનું ધૈર્ય ખોઈ બેસો છો. કાર્યને જવાબદારી પૂર્વક પૂર્ણ કરવાનું પસંદ કરો છો. તમારી નેતૃત્વ ક્ષમતાની લોકો પ્રશંસા કરે છે. અભ્યાસનો શોખ તમને વધારે રહે છે. તમને પોતાના સ્વભાવ વિરુદ્ધ કાર્ય કરવાનું પસંદ નથી. પરિવાર પર સ્નેહ હંમેશા જળવાઈ રહે છે. અનુશાસનમાં રહેવું તમને પસંદ આવે છે. તમે સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરી શકો છો.
આર્થિક જીવન
વર્ષની શરૂઆતમાં તમારો આર્થિક પક્ષ સારો રહેશે. શેરબજારમાં રોકાણ કરવાથી તમને નફો મળશે. જોકે તમારે જમીન સાથે જોડાયેલા આ મામલામાં સાવધાની રાખવી આવશ્યક છે નહીંતર તેમાં તમને દગો મળી શકે છે. માર્ચ મહિનામાં વ્યાપાર સાથે જોડાયેલી યાત્રાઓ ફળદાયી સાબિત થશે. વળી એપ્રિલ મહિનામાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થઇ શકે છે. જૂન મહિનામાં આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. વળી ઓગસ્ટમાં ફરી પરિસ્થિતિઓ તમારા આર્થિક જીવનને સફળ બનાવશે. વર્ષના અંતમાં ખર્ચમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના રહેલી છે. તે સમયે તમારે તમારી બચત પર ધ્યાન આપવાનું રહેશે. આ વર્ષે તમે કોઈ નવું વાહન ખરીદી શકો છો.
કરિયર-વ્યાપાર
વર્ષના શરૂઆતના દિવસોમાં તમારા ઉપર કામનું દબાણ રહેશે, જેના લીધે તમે પોતાના અંગત જીવનમાં પણ ઓછો સમય આપી શકશો. જો તમે કોઈ રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા છો તો વર્ષની શરૂઆત તેના માટે ખૂબ જ સારી રહેશે. આ સમયમાં તમારા વ્યાપારમાં વિસ્તાર થવાની પણ સંભાવના રહેલી છે. કાર્યક્ષેત્રમાં સહકર્મી સાથે અણબનાવની પણ સ્થિતિ બની શકે છે. મે મહિનામાં તમને પોતાની મહેનત અને પરિશ્રમનું સારું પરિણામ મળશે. પોતાના અધિકારીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવીને ચાલો. વર્ષના મધ્ય ભાગમાં વ્યાપારમાં ઉતાર-ચઢાવ આવવાની સંભાવના છે. આ દરમિયાન કાર્ય સંબંધી યાત્રા કરવાની જરૂરિયાત પડી શકે છે. ઓક્ટોબરમાં વ્યાપાર અથવા કાર્ય સંબંધી હેતુ વિદેશી કંપનીઓ સાથે સંબંધ સ્થાપિત થઇ શકે છે. વર્ષની અંતમાં તમને તમારી મહેનતનું ફળ પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના રહેલી છે. રાજકીય ક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે.
પારિવારિક જીવન
આ વર્ષે મિત્રો સાથે આત્મીયતા વધશે. તમે તેઓની સાથે પોતાના દુઃખદર્દ વહેંચી શકશો. સાસરીયા પક્ષ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. પરિવારમાં સાસુ અને વહુ વચ્ચે તાલમેલમાં વધારો થશે. જો સંતાન ના અભ્યાસમાં કોઈ વિઘ્ન આવી રહ્યું છે તો તે આ સમયમાં દૂર થશે. આર્થિક કારણોને લીધે પરિવારજનો સાથે સંબંધોમાં ખટાશ આવી શકે છે. એપ્રિલ મહિનામાં પરિવારમાં પૂજા પાઠ નો કાર્યક્રમ બની શકે છે. જુલાઈ મહિનામાં તમે સંતાન તરફથી થોડા પરેશાન રહી શકો છો. તમારા સંતાનને યોગ્ય માર્ગદર્શન આપવું તમારી પહેલી પ્રાથમિકતા રહેશે. આ વર્ષે એવા લોકોથી દૂર રહેવું, જેઓ પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપે છે. કારણ કે તેમનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે.
પ્રેમ તથા વૈવાહિક જીવન
આ વર્ષે વૈવાહિક જીવન સારું રહેશે. વર્ષના શરૂઆતના મહિનાઓમાં તમારા વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. જીવનસાથી તમારી ભાવનાઓને સારી રીતે સમજશે. વર્ષના મધ્ય ભાગમાં જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. આ દરમિયાન તમારે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવાનું રહેશે. વાત બગડવા પર સંવાદ ચાલુ રાખો, કારણ કે ખૂબ જ જલ્દી સંબંધો સામાન્ય થઇ જશે. જો તમે કોઇ વ્યક્તિના પ્રેમમાં છો તો ઓગસ્ટમાં તમે પ્રેમનો એકરાર કરી શકો છો. સંભવ છે કે તમને તમારા સાથી તરફથી સકારાત્મક જવાબ મળે. આ વર્ષે જો તને પ્રેમ વિવાહ વિશે વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બર મહિનો અનુકૂળ રહેશે. ઓક્ટોબર મહિનામાં તમારું મન ધર્મ અને અધ્યાત્મ તરફ વધી શકે છે. તમને સાંસારિક ચીજો બધી જ વ્યર્થ લાગી શકે છે. વર્ષના અંતિમ મહિનાઓમાં તમારા સાથી અને તમારી વચ્ચે સંબંધોમાં મધુરતા આવશે.
સ્વાસ્થ્ય
તંદુરસ્તીની નજરથી જોવામાં આવે તો ૨૦૨૦ તમારા માટે સામાન્ય રહેશે. વર્ષની શરૂઆતમાં તમારા સ્વભાવમાં ક્રોધની માત્રામાં વધારો થશે. તેના પર તમારે કાબૂ રાખવાનું રહેશે. વર્ષની શરૂઆતમાં કાર્યમાં વધારો થવાને કારણે તમારા ઉપર માનસિક દબાણ વધી શકે છે. પ્રયત્ન કરવો કે મનમાં વધુ પડતું દબાણ ન લેવું. તમારી તંદુરસ્તી પ્રત્યે સજાગ ન રહેવું તમને મોંઘુ પડી શકે છે. માર્ચમાં વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. જૂન મહિનામાં પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું. જુલાઈમાં તમને ચામડીનો રોગ થઈ શકે છે. વાતાવરણ પરિવર્તન દરમિયાન તમને તાવ, ઉધરસ અને શરદી થઇ શકે છે. જરૂરિયાત થવા પર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો શાંત અને કોમળ હૃદય વાળા હોય છે. રાશિચક્રમાં આ રાશિ દ્વિતીય સ્થાન પર છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિવાળા લોકો સ્વભાવથી અંતર્મુખી અને વિશ્વસનીય હોય છે. તેઓ કોઈ ને કોઈ કાર્યમાં વ્યસ્ત રહે છે. તેઓને પરિશ્રમથી ભય નથી લાગતો. તેઓને નૃત્ય, ગાયન, રમતગમત, સારી વસ્તુઓનો સંગ્રહ કરવાનું તથા પુસ્તકો વાંચવાનું પસંદ આવે છે. આ રાશિવાળા લોકો પોતાની ચતુરાઈથી કામ કઢાવી લેવામાં માહિર હોય છે. મહત્વપૂર્ણ વાતોને ગુપ્ત રાખવાનું પસંદ કરે છે. પ્રયત્ન તથા પરિશ્રમને મહત્વ આપવાનું પસંદ કરે છે.
આર્થિક જીવન
વર્ષ ૨૦૨૦ ની શરૂઆતમાં તમારી આર્થિક યોજનાઓ ફળીભૂત થશે. કામકાજ ને લીધે આવકમાં વધારો થશે. જોકે ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચ થવાની સંભાવના રહેલી છે. ફેબ્રુઆરીમાં ધન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી નહિતર તમને ધનહાનિ થઈ શકે છે. જો માર્ચ મહિનામાં શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમજી-વિચારીને કરવું. આ વર્ષના મધ્ય ભાગમાં તમને સુખ સંપત્તિ મળી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં તમારી સેલેરીમાં વધારો થશે. જો તમે રોકાણ કરવા માંગો છો તો કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી, લાભ મળશે. વર્ષના અંતમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ભૌતિક સુખ-સંસાધનોમાં ખર્ચ કરી શકો છો.
કરિયર-વ્યાપાર
કરિયરની દ્રષ્ટિથી જોવામાં આવે તો નવું વર્ષ તમારા માટે બદલાવ લઈને આવશે. નોકરીના અવસર પ્રાપ્ત થશે પરંતુ તે અસર માટે તમારે તૈયાર રહેવું પડશે. કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવવાનો અવસર મળી શકે છે. આ વર્ષે તમારે પોતાના કરિયરમાં અચાનક બદલાવ માટે તૈયાર રહેવું પડશે. જો તમે વ્યાપાર સાથે જોડાયેલા જોતો માર્ચ મહિનામાં તમારી સમક્ષ પડકારો આવી શકે છે. એપ્રિલ મહિનામાં લાંબા સમયથી રોકાયેલા કાર્યો ગતિ પકડશે. આ સમયે તમે પોતાના વ્યાપારમાં કોઈ નવી ડીલ કરી શકો છો. વર્ષના અંતમાં વ્યાપારમાં નવી યોજનાઓ સફળ થશે. તમે પોતાના કાર્યક્ષેત્રમાં પૂરી ઈમાનદારી સાથે કાર્ય કરશો.
પારિવારિક જીવન
આ વર્ષે તમારું મધુર વ્યવહાર લોકોને પોતાની તરફ આકર્ષિત કરશે. તમે પોતાની મધુર વાતોથી લોકોને પોતાના પક્ષમાં કરવામાં સફળ રહ્યું છે. કામકાજમાં વ્યસ્ત રહેવાને કારણે તમે પોતાના પરિવારજનોને પર્યાપ્ત સમય નહીં આપી શકશો. બની શકે છે કે તમારા પરિવારજનો તમને આ બાબતથી ફરિયાદ કરે. સાસરીયા પક્ષ તરફથી માન-સન્માન પ્રાપ્ત થશે. એપ્રિલ મહિનામાં પરિવારજનો સાથે કોઇ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત થઇ શકે છે. આ સમય દરમ્યાન તમે પરિવારજનો સાથે પોતાનો કિંમતી સમય પસાર કરી શકશો. આ વર્ષે તમે સામાજિક કાર્યોમાં વધુ પડતા ભાગ લેશો. જેના લીધે સમાજમાં તમારું અને તમારા પરિવારનું માન વધશે. આ વર્ષે તમે પોતાના પરિવારજનો સાથે કોઈ તીર્થ યાત્રા પર જઈ શકો છો.
પ્રેમ તથા વૈવાહિક જીવન
વર્ષની શરૂઆતમાં જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર બની રહેશે. તમે બંને એકબીજાને હિંમત બનીને રહેશો. કામની વ્યસ્તતાને કારણે તમે પોતાના પાર્ટનરને ઓછો સમય આપી શકશો. આ વાતને લઈને તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ થઈ જશે. વર્ષના મધ્ય ભાગમાં તમને તમારા પાર્ટનર દ્વારા આર્થિક મદદ મળી શકે છે. પ્રેમ જીવનમાં પોતાના સંબંધોને લઈને થોડા ગંભીર રહેવું. જેના લીધે તમારા સંબંધમાં ઉત્સાહ નો ભાવ જળવાઇ રહેશે. જો તમે લગ્ન યોગ્ય છો તો મે મહિનામાં તમને પોતાના લગ્નની ચિંતા થઈ શકે છે. જૂન મહિનામાં પ્રેમનો એકરાર કરવાનો યોગ્ય સમય છે. પોતાના લવ પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની ઈચ્છા થઈ શકે છે. જો તમે સિંગલ છો તો આ સમયમાં નવા સંબંધોની શરૂઆત પણ થઈ શકે છે. વર્ષના અંતમાં પણ પ્રેમ અને વૈવાહિક જીવન માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્ય
આ વર્ષે તમારા સ્વાસ્થ્યને લઈને બેદરકારી જરા પણ ન રાખવી. કારણ કે તેના લીધે તમને સૌથી મોટું નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની રહેશે. જેના લીધે તમારું મન કોઈ એક વસ્તુ પર કેન્દ્રિત નહીં થઈ શકે. શરીરમાં નવી ઉર્જાનો સંચાર માટે યોગ તથા ધ્યાનની ક્રિયા અપનાવવી. આ સંતુલિત આહારને કારણે તમારી તબિયત બગડી શકે છે. મિત્રો સાથે દુઃખ વહેંચવાથી મન હલકું થશે. વર્ષના મધ્ય ભાગમાં તમે પોતાના કાર્યમાં વ્યસ્ત રહેશો જેના લીધે તમે પોતાની તંદુરસ્તી પર ઓછું ધ્યાન આપી શકશો. ઓગસ્ટ મહિનામાં તમને કોઈ જુનો રોગ પરેશાન કરી શકે છે. વર્ષના અંતમાં પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. આ દરમિયાન તમને થાક મહેસુસ થઇ શકે છે.
મિથુન રાશિ

મિથુન રાશિનો સ્વામી બુધ હોય છે. રાશિચક્રમાં તેમનું ત્રીજું સ્થાન છે. આ રાશિના વ્યક્તિ શારીરિક રૂપથી સ્ફૂર્તિલા અને હાજર જવાબી હોય છે. લોકો તેમની બૌદ્ધિક ક્ષમતાની પ્રશંસા કરે છે. આ રાશિવાળા લોકો ધાર્મિક અને દયાભાવ રાખવાવાળા હોય છે. પોતાના બહુમુખી વ્યક્તિત્વ ને કારણે તેઓ બધાથી અલગ તરી આવે છે. તમારી અંદર જેટલો ક્રોધ રહેલો હોય છે તેટલો જ સંયમ પણ હોય છે. તમે લક્ષ્ય બનાવીને કાર્ય કરવાનું પસંદ કરો છો. પોતાના જીવનમાં નવા અને સારા વિચારો જાળવી રાખે છે. તેઓ ની અંદર કાર્ય પ્રત્યેનો ઉત્સાહ પણ જળવાઈ રહે છે. આ રાશિના લોકો અનુશાસન અને નીતિમત્તા રાખવાનું પસંદ કરે છે. ખાણી-પીણીના શોખીન હોય છે, તથા મહેનતુ, ઈમાનદાર અને સહનશીલ હોય છે. આ રાશિના જાતકો લોકોની ભલાઈ માટે હંમેશા આગળ રહે છે પરંતુ તેનું પરિણામ તેઓની હંમેશા નબળું પ્રાપ્ત થાય છે.
આર્થિક જીવન
આ આ વર્ષે તમારું આર્થિક જીવન સામાન્ય રહેશે. ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય ઉપર તમારા ખર્ચમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેલી છે. આ વર્ષે તમારે પોતાના અનાવશ્યક ખર્ચાઓ પર રોક લગાવવાની આવશ્યકતા છે. વર્ષના મધ્ય ભાગમાં તમને આર્થિક મદદની આવશ્યકતા હશે. આ દરમિયાન તમને પિતાજી તરફથી આર્થિક સહાયતા પ્રાપ્ત થશે. આ સમયમાં તમને આવકના નવા સ્ત્રોત કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ તરફથી પ્રાપ્ત થઇ શકે છે. વાહનની સાર-સંભાળમાં ખર્ચ વધી શકે છે. વર્ષના અંતભાગમાં તમારી પાસે ધનનો પ્રવાહ જળવાઈ રહે છે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.
કરિયર-વ્યાપાર
આ વર્ષે કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા તમને વધારે સફળ બનાવશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસમાં સફળ થશે. ફેબ્રુઆરી મહિનામાં તમે કોઈ વ્યક્તિ સાથે પાર્ટનરશીપમાં વેપાર કરી શકો છો. કાર્યક્ષેત્રમાં તમારું મનોબળ ઊંચું રહેશે. પોતાના મનોબળને કારણે તમે પોતાના પ્રતિસ્પર્ધીઓને પછાડવામાં સફળતા પ્રાપ્ત કરશો. જો કોઈ કાર્ય વ્યાપારમાં પરેશાની આવે છે તો તમારો પરિવાર તમને સપોર્ટ કરવા માટે ઊભો રહેશે. કાર્ય તથા વ્યાપારના કારણે નાની-મોટી યાત્રાઓ કરવી પડશે. ઓગસ્ટમાં તમારા વ્યાપાર ની ગતિ થોડી ધીમી રહેશે. પરંતુ સારી વાત એ છે કે તેમાં પણ સકારાત્મકતા જળવાઈ રહેશે. ઓક્ટોબરમાં વ્યાપારમાં સુધારો આવશે. વળી નવેમ્બરમાં તમને પોતાના બોસ તરફથી ઠપકો મળી શકે છે. એટલા માટે કોઈ ભૂલ ન કરવી જેના લીધે તમારા પર કોઈ સવાલ ઉભો થાય.
પારિવારિક જીવન
વર્ષની શરૂઆતમાં આ મહિનામાં પરિવારજનો વચ્ચે સંપની સ્થિતિ જોવા મળશે. ઘર-પરિવારના લોકો તરફથી કાર્યક્ષેત્રમાં પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. આ વર્ષે તમે પોતાના ઘરમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરી શકો છો. ઘરના વડીલો તરફથી તમને આશીર્વાદ પ્રાપ્ત થશે. ઘરમાં ભાઇ-બહેનો વચ્ચે પ્રેમ વધશે. તમારા સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થશે. ઘરમાં વડીલોનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. આ વર્ષે તમારા સાસરીયા પક્ષ તરફથી કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે જેમાં તમે ભાગ લઈ શકશો. તમે ઘરના નાના બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરશો.
પ્રેમ તથા વૈવાહિક જીવન
આ વર્ષે તમારું વૈવાહિક જીવન સારું રહેશે. જો તમે નવદંપતી છો તો સંતાન પ્રાપ્તિ ને લઈને તમને ખુશ ખબર મળી શકે છે. જો તમે સિંગલ છો તો કોઈ વ્યક્તિ તરફ તમારું આકર્ષણ વધી શકે છે. આ વર્ષે ઓફિસમાં કોઈ વ્યક્તિ તમારા હૃદયને સ્પર્શ કરી શકે છે. માર્ચમાં દાંપત્યજીવનમાં ઉર્જાનો સંચાર પ્રભાવિત થશે. જીવનસાથી સાથે તમારો સંબંધ વધારે મજબૂત બનશે. વર્ષના મધ્ય ભાગમાં પ્રેમ સંબંધને લઇને થોડું સજાગ રહેવું. કારણ કે આ સમય દરમ્યાન તમારા દુશ્મન તમને બદનામ કરવાની પૂરી કોશિશ કરી શકે છે. જુલાઈ મહિનામાં જીવનસાથીને સમય આપવો અને તેમને ફરિયાદનો મોકો આપવો નહીં. જો તમે હો વિવાહિત છો તો સપ્ટેમ્બરમાં તમને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. પ્રેમ જીવન માટે સમય સારો રહેશે. દાંપત્ય જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાનીઓ આવશે નહીં.
સ્વાસ્થ્ય
તંદુરસ્તી માટે વર્ષ ૨૦૨૦ સામાન્ય રહેશે. વર્ષની શરૂઆતમાં તમારે ખાણીપીણી ઉપર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. આ વર્ષે તમને પેટ સાથે જોડાયેલી બીમારીઓ પરેશાન કરી શકે છે. માનસિક સ્થિતિને સ્થિર બનાવી રાખવા માટે યોગ તથા પ્રાણાયામ પર ધ્યાન આપવું. શરીરમાં પાણીની માત્રા ઓછી ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવું. વર્ષના મધ્ય ભાગમાં તમારી તબિયત થોડી નાદુરસ્ત રહેશે. પરંતુ ઓક્ટોબર મહિનામાં તમારા ઉપર આળસ હાવિ થઈ શકે છે. આ દરમિયાન તમે શારીરિક થાકનો પણ અનુભવ. નવેમ્બર-ડિસેમ્બરમાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. ખાણી-પીણી ઉપર વિશેષ ધ્યાન આપવું.
કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. રાશિચક્રમાં તેનું ચોથું સ્થાન છે. આ રાશિના જાતકો મનથી ચંચળ હોય છે. જેથી તેમના કાર્યો માં અને વિચારોમાં ચંચળતા મળી આવે છે. તેઓ પોતાના પર આવતા સંઘર્ષને ટાળવામાં સક્ષમ હોય છે. તેઓને સ્વતંત્રતા પસંદ હોય છે. જોકે તેમના જીવનમાં ઘણી વખત અનિયમિતતા જોવા મળી આવે છે. પોતાના જિદ્દી સ્વભાવને કારણે તેઓએ ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓને નકામા કાર્યો અને વાતોમાં ઊંચી રહેતી નથી. આ રાશિમાં ગુરુ શ્રેષ્ઠ હોય છે. સંસ્થા અથવા સામાજિક કાર્યોની જવાબદારી તેમના ખભા પર હોય છે. પરંતુ તેમનું સ્વાસ્થ્ય થોડું નબળું રહે છે.
આર્થિક જીવન
વર્ષના પહેલા મહિનામાં રોકાણ ન કરો તો એ તમારા માટે સારું રહેશે. કર્ક રાશિવાળા લોકોનો નાણાકીય પક્ષ થોડું ઉતાર ચઢાવ વાળો રહેશે. આ વર્ષે તમારી પાસે ધન આવશે પરંતુ રોકાશે નહીં. ઘરમાં કોઈ માંગલિક કાર્ય ને કારણે તમારા પર ઉધારી વધી શકે છે. જો તમે પોતાના પરિવાર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ રાખ્યું છે તો સારી બાબત છે નહિતર પરિવારજનોના સ્વાસ્થ્ય બાબતમા ખર્ચની વૃદ્ધિ થઇ શકે છે.
કરિયર-વ્યાપાર
કર્ક રાશિના જાતકો માટે નવું વર્ષ કરિયર માટે સામાન્ય રહેશે. પોતાની મહેનતથી તમે નોકરી ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો તમે પોતાના નોકરિયાત જીવનને શાનદાર બનાવવા માંગો છો તો પોતાના સહકર્મીઓ સાથે સારા સંબંધ બનાવી રાખો. ઉચ્ચ અધિકારીની અપેક્ષાઓ પર ખરા સાબિત થશો. નોકરી ને ફક્ત નોકરી સમજવી નહીં પરંતુ પોતાનું પેશન સમજવી.
પારિવારિક જીવન
કર્ક રાશિવાળા લોકો નું પારિવારિક જીવન વર્ષ ૨૦૨૦ માં સામાન્ય રહેશે. વર્ષના શરૂઆતના દિવસોમાં મિત્રો અને નજીકના લોકોનો સહયોગ મળશે નહીં. માર્ચ મહિનામાં પારિવારિક જીવનમાં તણાવ વધી શકે છે. પરિવારજનો સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની રહેશે. મે મહિનામાં પરિવારજનો સાથે સંબંધો સારા બનશે. તેમના દ્વારા તમને સન્માનની પ્રાપ્તિ થશે. કોઈ સંબંધી તરફથી તમને અપ્રિય સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે.
પ્રેમ તથા વૈવાહિક જીવન
આ વર્ષ તમારા પ્રેમ જીવન માટે યાદગાર સાબિત થશે. વર્ષની શરૂઆતમાં લવ પાર્ટનર સાથે તમે રોમાન્સ કરવાનો મોકો પ્રાપ્ત કરી શકો છો. અરસ પરસ નાની-મોટી તકરાર થશે, છતાં પણ પ્રેમપૂર્ણ સંબંધ જળવાઇ રહેશે. જો તમે હજુ પણ સિંગલ છો તો આ વર્ષમાં ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં તમને કોઈ લવ પાર્ટનર મળી શકે છે. જો તમે પરણિત છો તો એક્સ્ટ્રા મેરિટલ અફેર તમને બદનામીના રસ્તા પર લઈ જઈ શકે છે.
સ્વાસ્થ્ય
નવા વર્ષમાં તમારે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત તમારો ખર્ચો પણ વધી શકે છે. આ વર્ષે તમે ટાઈફોડ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અથવા અન્ય પ્રકારના તાવની ઝપેટમાં આવી શકો છો. સ્વાસ્થ્ય સંબંધિત વર્ષના આખરના બે મહિના સારા સાબિત થશે.
Comments
Post a Comment