મેષ રાશિ
તમારા મિત્રો દ્વારા તમને ખાસ લોકોનો પરિચય થશે, જે આગળ જતાં તમારા માટે ફાયદાકારક નીવડશે. વિવાહિત નવી યુવકોને આજે પોતાના સાસરા પક્ષ દ્વારા કોઈ મોટી આર્થિક સહાયતા કે ગિફ્ટ પ્રાપ્ત થઇ શકે છે. ધંધા કે નોકરીમાં કંઈ સારું થવાના યોગ થઈ શકે છે. કોઈ ખાસ બાબતને લઈને પરિવાર સાથે વાતચીત થઈ શકે છે. મનોરંજન અને સુખ સુવિધાના સાધનો પર જરૂરતથી વધારે ખર્ચ ન કરવો.
વૃષભ રાશિ
સ્વાસ્થ્ય ઉપર મોટો ખર્ચ થઈ શકે છે, સાવધાની રાખો. એવા સંકેતો છે કે આજના દિવસે કરેલી ખરીદી તમને લાભદાયી નીવડશે. નોકરી વાળા જાતકોને આજે કામમાં વધારે મન નહીં લાગે. આજે તમને ઘણો અસંતોષ વર્તાશે. જો તમને તમારા હકની બઢતી નથી મળી રહી તો નોકરી બદલવાનો વિકલ્પ તમારી પાસે છે. સાંજના સમયે સારા સમાચાર મળી શકે છે. જોખમી અને જમાનતનાં કાર્યોને ટાળો.
મિથુન રાશિ
આર્થિક સ્થિતિમાં સુધારો આવશે પણ સાથે જ ખર્ચ પણ વધશે. નકામા વાદ-વિવાદથી પરિવારમાં તણાવનું વાતાવરણ બની શકે છે. વાણી ઉપર અંકુશ રાખવો. થોડી જવાબદારીઓ અને જરૂરી કામ પણ તમારે પૂરા કરવા પડશે. પોતાના આપેલા વાયદાઓને પૂરા કરો. પાછલા ઘણા દિવસોથી કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હતા તે આજના દિવસે શરૂ કરો તો સારું રહેશે. લેતીદેતીમાં સાવધાની રાખો.
કર્ક રાશિ
તમારો સ્વભાવ ચીડિયો થઈ શકે છે. પહેલાની ડૂબેલી નાણાકીય થાપણ ફરીથી મળી શકે છે. આજે પોતાના કોઈ વ્યવસાયિક કામને લઈને ઘણા વ્યસ્ત રહી શકો છો. નોકરિયાત જાતકોનો દિવસ બહુ સારો નહીં રહે. તમારા કાર્યોમાં થોડો વિલંબ થશે, જેના લીધે તમારા ઉપરી અધિકારી નારાજ રહેશે. પ્રતિસ્પર્ધી શાંત રહેશે. પડવા-વાગવાથી અથવા કોઈ રોગનાં લીધે તમને અડચણ ઉત્પન્ન થઇ શકે છે. નોકરીનાં કોઈ કામ અર્થે બહાર જવાનું થઈ શકે છે.
સિંહ રાશિ
આજના દિવસે તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થઈ શકે છે. કામની જગ્યા પર તમને પ્રશંસા મળશે. જૂના સંબંધોને મજબૂત કરવામાં સફળતા મળશે. યાત્રા સફળ રહેશે. આવકના નવા સ્ત્રોત મળશે. કરિયરમાં બદલાવનાં યોગ છે. પોતાના મિત્રોની મદદ કરો. તમારી મહેનતની પ્રસંશા થશે. માત્ર વિવેકથી કરેલા રોકાણો જ ફળદાયી થશે. માટે તમારી મહેનતની કમાણીનું સમજી-વિચારીને રોકાણ કરો.
કન્યા રાશિ
પરિસ્થિતિથી મજબૂર થઈને તમારે થોડા ફેરફારો કરવા પડશે. યોજનાઓ ફળશે. નવા કરાર થઈ શકે છે. વિદ્યાર્થીવર્ગ સફળ રહેશે. વ્યવસાયથી સંબંધિત લોકો સફળતા પ્રાપ્ત કરશે. આજે તમને શિક્ષામાં લાભની પ્રાપ્તિ થશે. કોઈ વાતને લઈને પરેશાની થઇ શકે છે. ઘરની બહાર પૂછપરછ વધશે. અપેક્ષિત કાર્યો પૂર્ણ થશે. આવકમાં વૃદ્ધિ થશે. શુભ સમાચારો તમારા મનને હર્ષિત કરશે. આજે ખર્ચ કંઈક વધારે જ થશે.
તુલા રાશિ
આવકનાં સ્ત્રોત તમે શોધવામાં સફળ રહેશો. વ્યવસાયિક સ્થળ પણ વાતાવરણ અનુકૂળ રહેશે. કેટલાક સમયથી તમારા અમુક કાર્યો તમે ટાળતા આવ્યા હતા પણ આજે તમે તેને પૂરા કરવાની કોશિશ કરશો. શક્ય છે કે તમે નવેસરથી શરૂઆત કરો. જરૂર કરતાં વધારે સૂવાની આદત ઊર્જાને ખતમ કરી શકે છે. પુસ્તક વાંચવાથી મન શાંત દેખાઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આવકના સ્ત્રોત તમે શોધવામાં સફળ રહેશો વ્યવસાય સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે પાછલા અમુક દિવસોથી તમે પોતાના અમુક કાર્યોને ટાળતા આવી રહ્યા હતા પરંતુ આજે તમે તેને પૂરા કરવાની કોશિશ કરશો શકે છે કે તમે નવેસરથી શરૂઆત કરો જરૂરિયાતથી વધારે ઊંઘ કરવી તમારી ઉર્જા ખતમ કરી શકે છે એટલા માટે આખો દિવસ પોતાને સક્રિય રાખો પુસ્તક વાંચવાથી મન શાંત રહેશે.
ધન રાશિ
કોઈપણ વ્યક્તિને તમારા હાથથી જમવાનું આપવું શુભ છે. કોર્ટ-કચેરીના દસ્તાવેજોમાં હસ્તાક્ષર કરતાં સમયે સાવધાની રાખો. તમારી જિંદગીમાં કોઈ મોટો બદલાવ થવાની શક્યતા છે. પરેશાનીઓ ઓછી થઇ શકે છે. જો તમે દલાલ કે ડીલર છો તો વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. તમને આર્થિક નુકશાની થઇ શકે છે. આર્થિક રીતે બધું સામાન્ય રહેશે. તમે રોકાણની યોજના કરી શકો છો.
મકર રાશિ
દરેક રોકાણને સાવધાનીપૂર્વક કરો અને જરૂર વગરની નુકસાની થી બચવા માટે જરૂરી સલાહ લેવાથી ના અચકાવું નહીં. પ્રેમમાં મનની વાત કહેવાનો આ શાનદાર સમય છે. લગ્નનો પ્રસ્તાવ રાખી શકો છો. ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સંતાનો તમને નિરાશ કરી શકે છે. જો તમે તમારી રચનાત્મક પ્રતિભાને સારી રીતે ઉપયોગમાં લઈ શકો, તો બહુ જ ફાયદાકારક સાબિત થશે.
કુંભ રાશિ
તમે કોઈ મોટી યોજના કે ઘટનામાં ભાગીદાર બનશો. જેના લીધે તમારા વખાણ થાય અને પુરસ્કાર પણ મળે. આજે તમે તમારી વાતોથી અમુક લોકોને પ્રભાવિત કરી શકો. તમારા મનમાં જે વાતો તમને પરેશાન કરે છે, તેના પર કોઈ બીજા વ્યક્તિ સાથે વાતચીત કરશો તો ફાયદામાં રહેશો. પિતાની તબિયતમાં સુધારો થશે. પરિવારના સદસ્યો પ્રતિ નકારાત્મક વ્યવહાર ભાઇ-બહેનો વચ્ચે તિરાડનું એક કારણ બનશે.
મીન રાશિ
આજે થોડા થાકનો અનુભવ થઈ શકે છે. તમે ભૌતિકવાદથી સાદગી તરફ વધવાનો વિચારી રહ્યા હોય એવું બને. તમારા મિત્રો અને પરિવાર વાળા પણ આ બદલાવને જોઇને ખુશ થશે. કોઈ નવી યોજના કે કામ માટે આજનો દિવસ સારો છે. મનની ચંચળતા થોડી ઓછી થશે. કાર્ય કરવામાં વિલંબ થશે. સાંજના સમયે તમે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ પર જઇ શકો છો. આવકના નવા રસ્તા ખુલશે અને પારિવારિક ચિંતા ખતમ થઇ જશે.
Comments
Post a Comment