કહે છે કે સુખ અને દુખ આવતું જતું રહે છે. તે તમારા નસીબ અને રાશિ સાથે જોડાયેલું હોય છે. દરેક રાશિનો સંબંધ આકાશગંગાનાં ગ્રહ સાથે હોય છે, જે પોતાની પોલ્યુશન બદલાતા તમારા જીવનમાં સુખ અને દુઃખને એન્ટ્રી કરાવે છે. તેવામાં આવનારા સમયમાં અમુક રાશિના લોકોના જીવનમાં દુઃખનો પહાડ તૂટી શકે છે. જો તમારી રાશિ પણ તેમાં સામેલ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને તે દુઃખ માંથી બહાર નીકળવાનો ઉપાય પણ જણાવીશું. આ રીતે તમે આ દુઃખોને ટાળીને સુખેથી જીવન જીવી શકશો.
મિથુન રાશિ
આ લોકો આગલા ૪ મહિનામાં ઘણા બધા દુઃખોને એક સાથે સહન કરી શકે છે. તેનાથી બચવા માટે તેમને દર ગુરૂવારે ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો લગાવીને પૂજા કરવી જોઈએ. સાથોસાથ ઘરમાં એક વખત સત્યનારાયણની કથા પણ કરાવી લેશો તો આ દુઃખમાંથી છુટકારો મળી શકે છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકોને આગલા ૩ મહિના સુધી સંભાળીને રહેવાની જરૂરિયાત છે. આ દરમિયાન તમારા દુશ્મન સૌથી વધારે એક્ટિવ રહી શકે છે. તેમની પૂરી કોશિશ રહેશે કે તમારા જીવનમાં દુઃખ અને વધારી શકાય. ખાસ કરીને જો તમે કોઈ નવું અથવા મહત્વપૂર્ણ કાર્ય કરવા જઈ રહ્યા છો, તો તેમાં જરૂરથી અડચણ ઉભી કરી શકે છે. આ બધી ચીજો થી બચવા માટે તમારે પ્રત્યેક મંગળવાર અથવા શનિવારનાં દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને ત્યારબાદ આરતી કરી લેવી અને પોતાના માથા પર કંકુનું તિલક લગાવવું. હનુમાનજી દુશ્મનોથી તમારી રક્ષા કરશે.
મકર રાશિ
આ રાશિના જાતકોએ ઓછામાં ઓછા ૨ મહિના સુધી કોઈપણ જગ્યાએ પૈસાનું રોકાણ કરવાથી બચવું જોઈએ. તમારી રાશિમાં થોડા સમય માટે પૈસાનું નુકસાન થવાનું લખેલું છે. એટલા માટે જો તમે કોઈ પ્રોપર્ટી વાહન અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ ૨ મહિના સુધી તમારે રોકાઈ જવું જોઈએ. તે સિવાય કોઈપણ વ્યક્તિને પૈસા ઉધાર આપવા નહીં અને પોતાના ઘરમાં રાખેલ કિમતી સામાન તથા રોકડ રકમનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના ચોરી થવાની અથવા ગુમ થઈ જવાની પણ સંભાવના રહેલી છે. આ નુકશાન માંથી બચવા માટે શુક્રવારનાં દિવસે લક્ષ્મી પૂજા કરવી અને કોઈ પણ ગરીબને પીળા વસ્ત્રોનું દાન કરવું.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો ખરાબ ભાગ્યને કારણે એક મહિના સુધી પરેશાન રહી શકે છે. તમે જે પણ કાર્ય કરશો તે તમારા ખરાબ નસીબને કારણે બગડી શકે છે. તેવામાં તમારે આવતા એક મહિના સુધી જરૂરી કામ કરવાથી બચવું જોઈએ. તે સિવાય પોતાના ખરાબ ભાગ્યને ઓછું કરવા માટે શનિવારનાં દિવસે શનિ મંદિરમાં જઈને સરસવનું તેલ ચઢાવવું. તેનાથી તમારી ઉપર આવતા સંકટ ટળી જશે.
મીન રાશિ
આ રાશિના જાતકોને આવતા ૪૫ દિવસ સુધી કોઈ સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ રહી શકે છે. એટલા માટે તમારે આ દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું અને ખાવા-પીવાનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો કંઈ પણ થાય છે તો ખૂબ જ જલ્દી તેનો ઈલાજ કરાવી લેવો જોઇએ. આ સમસ્યાથી બચવા માટે તમારે બુધવારનાં દિવસે ગણેશ મંદિરમાં મોદકનો પ્રસાદ ચઢાવવો.
Comments
Post a Comment