શિવ મહાપુરાણ અનુસાર આ ૫ પ્રકારનાં પાપ કરનાર વ્યક્તિ માટે ખુલી જાય છે નર્કનાં દ્વાર, મહાકાલ જાતે આપે છે સજા
હિન્દુ ધર્મમાં કુલ ૧૮ મહાપુરાણ છે અને આ મહાપુરાણ માંથી એક શિવ મહાપુરાણ છે. શિવ મહાપુરાણમાં શિવજી સાથે જોડાયેલી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને શિવજી સાથે જોડાયેલ મંત્ર જણાવવામાં આવ્યા છે. શિવ મહાપુરાણમાં એક પ્રસંગ દ્વારા ભગવાન શિવ એવા પાંચ પાપનો ઉલ્લેખ કરે છે, જેને કરવાથી નર્કના દ્વાર ખૂલી જાય છે. શિવ પુરાણ અનુસાર જે લોકો આ પાપ કરે છે તે લોકોએ દુષ્પ્રભાવનો સામનો કરવો પડે છે અને મહાકાલ પોતે તેમને આ પાપની સજા આપે છે. તો ચાલો જાણીએ કે શિવ પુરાણમાં બતાવવામાં આવેલ તે પાંચ આપ વિશે જેને વ્યક્તિએ ક્યારેય કરવા જોઇએ નહીં.
ખોટો વિચાર આવવો
જે લોકોના મગજમાં ખોટા વિચાર આવે છે, તેઓ પાપના ભાગીદાર બની જાય છે. શિવપુરાણ અનુસાર મનમાં ખોટા વિચારો આવવા માનસિક ભાગ હોય છે અને જે લોકો હંમેશા ખરાબ વિચારતા હોય છે, તેઓ પાપી બની જાય છે. એટલા માટે ક્યારેય પણ પોતાના મનમાં ખોટા વિચારો લાવવા નહીં અને હંમેશા સારા વિચારોને મનમાં જગ્યા આપવી. બની શકે એટલું પોતાના મનને નિયંત્રિત કરવાની કોશિશ કરવી. આવું કરવાથી ખરાબ વિચાર મનમાં આવતા નથી.
અયોગ્ય શબ્દોનો પ્રયોગ

જે લોકો હંમેશાં લડાઈ કરે છે અને ખોટા શબ્દોનો પ્રયોગ કરે છે, તેઓ પાપ કરી બેસે છે. મોટાભાગે લોકો લડાઈ કરતા સમયે ઘણા અપશબ્દોનો પ્રયોગ કરે છે, જેના કારણે સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે. શિવપુરાણ અનુસાર મૌખિક પાપ કરવા વાળા લોકો હંમેશાં દુઃખી રહે છે. એટલા માટે તમારે મૌખિક પાપ કરવાથી બચવું જોઈએ અને હંમેશા મીઠા શબ્દોનો પ્રયોગ કરવો. પોતાનાથી મોટા અને નાના લોકોનું સન્માન કરવું. હંમેશા કોશિશ કરી કે તમારા દ્વારા બોલાવવામાં આવેલી વાતને કારણે કોઈને દુઃખ ના થાય.
શારીરિક કષ્ટ આપવું

લોકોને શારીરિક પીડા આપવી પણ પાપ માનવામાં આવે છે. વૃક્ષો અને છોડને કાપવા, જીવાણુઓ અને જાનવરને મારવા તથા મનુષ્યને શારીરિક કષ્ટ આપવો પાપની શ્રેણીમાં આવે છે. જે લોકો આ પાપ કરે છે, તેમના પર શારીરિક દોષ લાગે છે. એટલા માટે ક્યારેય પણ કોઈને શારીરિક દુઃખ પહોંચાડવું નહીં અને હંમેશા બધાની સાથે પ્રેમથી વર્તન કરવું.
લોકોની નિંદા કરવી

મોટાભાગે ઘણા લોકો અને નિંદા કરવી પસંદ હોય છે. શિવપુરાણમાં નિંદા કરવી યોગ્ય માનવામાં આવી નથી અને જે લોકો હંમેશા નિંદા કરે છે અને તપસ્વી ગુરુ તથા વડીલ વ્યક્તિઓનું અપમાન કરે છે, તેઓ પાપના ભાગીદાર માનવામાં આવે છે. એટલા માટે તમારે પણ નિંદા કરવાથી બચવું જોઈએ અને હંમેશા લોકોની પ્રશંસા કરવી જોઈએ.
ખોટા કામ કરવા

આપણે જે કર્મ કરીએ છીએ તેના આધાર પર આપણને ફળ મળે છે. શિવ પુરાણમાં જણાવ્યા અનુસાર ખોટું કામ કરતા લોકોને નરકમાં જગ્યા મળે છે, જે લોકો શરાબ પીવે છે અને ચોરી કરે છે તેમને પાપ લાગે છે. વ્યક્તિએ ખોટાં કામ કરવાથી બચવું જોઈએ અને હંમેશાં સારા કામ કરવા જોઇએ, જેથી તમને ફળ સારું મળે.
આવી રીતે પાપ કરવાથી બચો
આપણે ગમે તેટલી કોશિશ કરીએ પરંતુ કોઇને કોઇ પાપ કરી બેસીએ છીએ. જો તમારાથી પણ કોઈ પાપ થયું હોય તો તમારે નીચે બતાવેલ ઉપાય કરવા જોઈએ. આ ઉપાયને કરવાથી પાપમાંથી મુક્તિ મળી શકે છે.
- સોમવારના દિવસે શિવજીની પૂજા કરો અને તેમની માફી માંગો.
- પવિત્ર નદીઓમાં સ્નાન કરવું.
- ગાયની સેવા કરવી.
- બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમની સેવા કરવી.
Comments
Post a Comment