તેમાં કોઈ શંકા નથી કે બાળપણમાં આપણે જે સમય દાદા-દાદી અથવા નાના-નાની સાથે પસાર કરીએ છીએ તે આપણા જીવનમાં સૌથી યાદગાર અને સુખદ પળો માંથી એક હોય છે. જે બાળકો દાદા-દાદી અથવા નાના-નાની સાથે સમય પસાર કરી ચુક્યા હોય છે એ બાળકોને સમજ અન્ય બાળકો કરતા થોડી વધારે વિકસિત હોય છે. સાથોસાથ આ પ્રકારના બાળકો મિલનસાર સ્વભાવના હોય છે અને હંમેશા ખુશ નજર આવે છે.
આજના સમયમાં દાદા-દાદી અને નાના-નાની સાથે બાળકોનું મળવું શહેરી વાતાવરણને કારણે થોડું મુશ્કેલ જરૂર બની ગયું છે. પરંતુ તેના મહત્વથી ઇનકાર કરી શકાય નહીં. ખુદ વિજ્ઞાન પણ આ વાતની પુષ્ટિ કરે છે કે બાળકો માટે દાદા-દાદી અને નાના-નાની નો સાથ ખૂબ જ જરૂરી છે. અહીંયા અમે તમને તેના મહત્વપૂર્ણ હોવાના પાંચ એવા કારણો વિશે જણાવીશું, જે વિજ્ઞાન અનુસાર પણ યોગ્ય છે.
બાળકોની ખુશી અને સુરક્ષાની દ્રષ્ટિથી

હાલનાં સમયમાં માં-બાપ બન્ને સવારે કામ કરવા માટે બહાર જતા રહ્યા છે. તેવામાં જો ઘરમાં દાદા-દાદી અથવા નાના-નાની હોય છે, તો બાળકો માટે અલગથી કોઇ વ્યક્તિને રાખવાની જરૂરિયાત પડતી નથી. તેમની સાથે બાળકો ખુશ રહે છે, જેનો સકારાત્મક પ્રભાવ તેમના વિકાસ ઉપર પડે છે. આજના સમયમાં જ્યારે બાળકોને કોઈ બહારના વ્યક્તિના ભરોસા પર છોડી શકાતા નથી. તેવામાં ઘરમાં દાદા-દાદી અને નાના-નાની નાં હોવાથી તેમની પાસે બાળકોને રાખવા સૌથી સુરક્ષિત હોય છે.
મુળ સાથે જોડાઈ શકે છે બાળકો

જ્યારે બાળકોને દાદા-દાદી અથવા નાના-નાની નો સાથ મળે છે, તો તેઓ પોતાના પરિવારના ઇતિહાસને ધીરે ધીરે સમજી શકે છે. તે પરિવારના મૂળ સાથે જોડાવા પણ લાગે છે. પ્રેમ અને સ્નેહ જેવી ભાવના તેમની અંદર જાગૃત થવા લાગે છે. તે અન્ય વ્યક્તિને આદર અને સન્માન આપવાનું શીખવા લાગે છે. બાળકો આ રીતે પોતાને પરિસ્થિતિઓ અનુસાર ઢાળવાનું શીખી શકે છે. પરિવારની મુશ્કેલીઓની સમજ હોવાથી તે અન્ય બાળકોની તુલનામાં વધારે પરિપકવ અને સ્માર્ટ બની જાય છે.
મજબૂત બને છે ભાવનાત્મક રૂપથી

બાળકો જ્યારે દાદા-દાદી અથવા નાના-નાની સાથે રહે છે તો ભાવનાત્મક રીતે મજબૂત બની જાય છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલ એક અધ્યયનમાં મળી આવ્યું છે કે દાદા-દાદીની સાથે રહેવા વાળા બાળકો ડિપ્રેશન, ચિંતા અને તણાવ જેવી ચીજો થી અથવા તો એકલતાથી ભાગ્યે જ પ્રભાવિત થતા હોય છે. આવું એટલા માટે બને છે કારણ કે ભાવનાત્મક રીતે તેમની મજબૂતી અન્ય બાળકોની તુલનામાં ઘણી વધારે હોય છે.
શીખે છે નૈતિકતા

દાદા-દાદી અથવા નાના-નાની સાથે રહેવા પર બાળકોને તેમની પાસેથી પ્રેરણાપદ કહાનીઓ સાંભળવા રહે છે. તેનાથી તેમની અંદર નૈતિકતા વિકસિત થવા લાગે છે. જે આગળ ચાલીને ફક્ત પરિવાર માટે નહીં, પરંતુ સમાજ અને દેશ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. એટલા માટે બાળકોને દાદા-દાદી અથવા નાના-નાની સાથે રાખવા નૈતિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.
બાળકોની સાથે સાથ દાદા-દાદી અને નાના-નાની પણ ખુશ

દાદા-દાદી અથવા નાના-નાની સાથે રહેવાથી બાળકોને તો લાભ મળે છે, સાથોસાથ દાદા-દાદી અને નાના-નાની પણ ખુશ રહે છે. એકલતાને કારણે તેમને જે ભુલવાની બીમારી હોય છે, તેના તેઓ ખૂબ જ ઓછા શિકાર બને છે. કારણ કે બાળકોની સાથે તેમને પ્રેમની અનુભૂતિ થાય છે અને હંમેશા તેમનું મન લાગી રહે છે.
Comments
Post a Comment