સરકારે કોવિડ-૧૯ રસીકરણ અભિયાનની રૂપરેખા તૈયાર કરી લીધી છે. હેલ્થકેયર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ બાદ ૫૦ વર્ષથી વધારે ઉંમરનાં લોકોને વેક્સિન આપવાની તૈયારી કરવામાં આવેલ છે. ત્યાર બાદ ૫૦ વર્ષથી ઓછી ઉંમર વાળા તે લોકોને વેક્સિન આપવામાં આવશે, જેમને બે અથવા વધારે બીમારીઓ છે. આ કેટેગરીને લઈને ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી. અત્યાર સુધી સરકારી અધિકારી કહી રહ્યા હતા કે તેમાં “સિનિયર સિટીઝન્સ” સામેલ થશે. એવી સંભાવના હતી કે ૬૫ વર્ષથી વધારે ઉંમર વાળા લોકો હશે. એટલે કે ચોથી કેટેગરીમાં તે લોકો આવશે, જેની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે, પરંતુ તેઓ હાયપરટેન્શન, ડાયાબિટીસ, શ્વાસની તકલીફ જેવી બે અથવા વધારે બીમારીઓથી ગ્રસ્ત છે. એક વખત જ્યારે આ ચારે કેટેગરીનાં લોકોને વેક્સિન લાગી જશે, ત્યારબાદ સામાન્ય જનતા માટે વેક્સિન ઉપલબ્ધ થશે.
વેક્સિન આવી ગયા બાદ આ ગ્રુપ સુધી પહોંચવામાં વર્ષનો સમય લાગશે

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં કોવિડ-૧૯ થી થયેલ ૫૩% મૃત્યુ ૬૦ વર્ષથી વધારે ઉંમર વાળા દર્દીઓના થયા છે. ૪૫% મૃત્યુની ઉંમર ૪૫ થી ૬૦ વર્ષની વચ્ચે હતી. જ્યારે ૨૬ થી ૪૪ ઉંમરમાં કોરોના થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૦% રહી હતી. હજુ રસીકરણ અભિયાનનાં આંકડાઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી. પરંતુ કેન્દ્ર દ્વારા રાજ્યોને કહેવામાં આવ્યું છે કે શરૂઆતી કેટેગરી સુધી વેક્સિન પહોંચાડવામાં એક વર્ષનો સમય લાગશે. ભારતમાં હજુ સુધી વેક્સિનને રેગ્યુલેટરી લોન્ચની મંજૂરી આપવામાં આવી નથી અને રસીકરણ અભિયાન શરૂ થવાની કોઈ તારીખ પણ આપવામાં આવેલ નથી.
SII કરવાનું છે Covidshield માટે એપ્લાય

સીરીમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દેશમાં કોરોનાની વેક્સિન લોન્ચ કરવા વાળી પહેલી કંપની બની શકે છે. તેણે કહ્યું હતું કે ખૂબ જ જલ્દી “કોવિશિલ્ડ” નામથી વેક્સિનનાં ઈમરજન્સી ઉપયોગ માટે એપ્લાય કરવામાં આવશે. AIIMSનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરીયા કે જેઓ કોવિડ વેક્સિન ટાસ્ક ફોર્સના સદસ્ય છે, તેમણે વેક્સિન ખૂબ જ જલ્દી ઉપલબ્ધ થશે તેવી આશા દર્શાવી છે.
આગલા મહિના સુધી આવી જશે વેક્સિન
“અમને પૂરી આશા છે કે આ મહિનાના અંત અથવા આગલા મહિનાની શરૂઆત સુધીમાં ભારતીય રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી ઇમર્જન્સી ઓથોરાઇઝેશન મળી જશે. જેથી આપણે સામાન્ય જનતાને વેક્સિન આપી શકીશું. તેની સાથે જ આપણી પાસે એક પ્લાન પણ હશે કે પહેલી પ્રાથમિકતા પર વેક્સિન કોને આપવામાં આવે. – ડોક્ટર રણદીપ ગુલેરીયા, એઇમ્સ ડાયરેક્ટર
વેક્સિનનો ડર ભગાવવા માટે ચલાવવામાં આવશે અભિયાન

કોવિડ-૧૯ માટે વેક્સિન બનાવવાનું કામ જે રીતે એક વર્ષની અંદર પૂરું કરવામાં આવ્યું, આ મહેનત ત્યારે સફળ થશે જ્યારે લોકો તેના પર વિશ્વાસ કરશે. ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટનાં આ મંતવ્ય થી સરકાર પણ સહમત જોવા મળી રહી છે. મીડિયા પર વેક્સિન ટ્રાયલ્સ સાથે જોડાયેલા અનુભવ, જે મોટાભાગે વેરીફાઇડ નથી હોતા, સર્ક્યુલેટ થતા રહે છે. કેન્દ્ર સરકાર એક અભિયાન ચલાવીને વેક્સિનને લઈને એક જાગૃતિ અભિયાન ચલાવવાનું વિચારી રહી છે. સેલિબ્રિટીઝ અને નેતાઓને સાથે લઈને આ અભિયાન ચલાવવામાં આવશે. એમ્સનાં ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયા એ કહ્યું હતું કે વેક્સિનની સેફટીને લઈને આશંકાઓ નિરાધાર છે.
Comments
Post a Comment