૨૦૨૧નું સંપુર્ણ વાર્ષિક રાશિફળ (સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક) : ૨૦૨૧નું વર્ષ તમારા માટે કેવું રહેશે તે જાણવા માટે વાંચો સંપુર્ણ રાશિફળ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. રાશિચક્રમાં તેનું પાંચમું સ્થાન છે. ઈમાનદારી તથા ન્યાયપ્રિયતા આ રાશિના વિશેષ ગુણ હોય છે. કાર્યોમાં હંમેશા વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. પરંતુ વધારે વાતચીત કરવાનું પસંદ કરતા નથી. કરજ લેવાથી હંમેશા દૂર રહેવાનું પસંદ કરે છે. મિત્રો સાથે હળીમળીને રહે છે. કોઈ વ્યક્તિ તેમની સાથે વિશ્વાસઘાત કરે છે તો ક્રોધિત થઈ જાય છે. તેઓને સ્વતંત્ર રહેવાનું પસંદ છે. તેઓ ચાપલૂસી કરવાનું પસંદ કરતા નથી. કોઈ પણ વાતને ગોપનીયતા માટે તેમના માટે થોડું કઠિન બને છે. વડીલોનું સન્માન કરે છે તથા કાર્યકુશળ તેમજ પરિશ્રમી હોય છે.
આર્થિક જીવન
વર્ષ ૨૦૨૧માં સિંહ રાશિવાળા લોકોને મજબૂત આર્થિક પ્રબંધનની આવશ્યકતા પડશે. જુલાઈથી નવેમ્બર સુધીનો સમય નાણાંકીય પક્ષ માટે સારો સાબિત થશે. આ વર્ષે તમારે પોતાના ખર્ચાઓમાં ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. જેના લીધે તમારું વાર્ષિક બજેટ બગડે નહીં. ધનની બચત અથવા આવકના નવા સ્ત્રોત નું સર્જન કરવા માટે પૈસાનું રોકાણ થઇ શકે છે.
કરિયર-વ્યાપાર
વર્ષ ૨૦૨૧માં સિંહ રાશિના જાતકોનું કરિયર તેમને જીવનની નવી ઉંચાઇઓ ઉપર પહોંચાડી શકે છે. આ વર્ષે તમને પોતાના કાર્યક્ષેત્રમાં ઇચ્છિત ફળ પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ તે તમારી મહેનત વગર તમને પ્રાપ્ત થશે નહીં. તમારી કુંડળીમાં આ વર્ષે શનિ ગ્રહ છઠ્ઠા ભાવમાં રહેશે, જેના લીધે કાર્યક્ષેત્રમાં તમે પોતાના શત્રુ ઉપર હાવિ રહેશો. જો તમે આ વર્ષે કોઈ પ્રતિયોગિતામાં ભાગ લો છો તો વિજય પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના રહેલી છે.
પારિવારિક જીવન
આ વર્ષે તમને પરિવારજનો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. માતાજી તરફથી પ્રેમ તથા નાણાકીય આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. નજીકના વ્યક્તિઓના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતામાં રહેશો. પરિવારજનો સાથે થોડા વૈચારિક મતભેદ બની શકે છે. જોકે ભાઇ-બહેનો વચ્ચે પ્રેમ વધશે. વર્ષના મધ્ય ભાગમાં તમે મિત્રો સાથે કોઈ જગ્યા પર ફરવા જઈ શકો છો. આ દરમિયાન તમને સંતાનસુખ પ્રાપ્ત થઇ શકે છે. વર્ષના અંત ભાગમાં તમને ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. વર્ષના અંતમાં પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે.
પ્રેમ તથા વૈવાહિક જીવન
નવા વર્ષમાં તમને પોતાના લવ પાર્ટનરનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. લવ પાર્ટનર તમારા મુશ્કેલ સમયમાં તમારો સાથ આપશે. આ વર્ષે તમે પોતાના સાથી સાથે કોઈ શાનદાર જગ્યા પર ફરવા જઈ શકો છો. વર્ષના મધ્ય ભાગમાં લવ લાઈફ મા વધારે મધુરતા આવશે. તમે પોતાના સંબંધોને આગળ વધારવા માટે પાર્ટનર સાથે લગ્નની વાત કરી શકો છો.
સ્વાસ્થ્ય
વર્ષ ૨૦૨૧ સ્વાસ્થ્ય જીવન માટે શુભ સંકેત આપી રહેલ છે. આ વર્ષે તમારી માનસિક અને શારીરિક સ્થિતિ સારી રહેશે. એપ્રિલ-જુલાઈ આ બે મહિનામાં તમારે પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જરૂરી રહેશે. વર્ષના અંતમાં પરિવારમાં કોઈ વ્યક્તિની તબિયત બગડી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશીનો સ્વામી બુધ હોય છે. રાશિચક્રમાં તેનું સ્થાન છઠ્ઠું હોય છે. આ રાશિના લોકો પરિવારને ભલાઈ માટે હંમેશાં તત્પર રહે છે. છતાં પણ તેમનું સન્માન બહુ ઓછું થાય છે. તેમ છતા પણ તેઓ હંમેશાં પોતાના કર્તવ્યને નિભાવે છે. આ રાશિના જાતકો સ્વાભિમાની હોય છે. તેઓ બુદ્ધિથી પોતાનું કામ કઢાવવા નું જાણે છે. તેઓ ભાવુક હોય છે અને પોતાના કાર્ય અને સારી રીતે કરવાનું જાણે છે. આ રાશિના જાતકોને રાજકારણમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિકતામાં તેઓની રુચિ હંમેશા વધુ રહે છે. આ રાશિવાળા લોકોને ગુરુનું ફળ હંમેશા સારું પ્રાપ્ત થાય છે.
આર્થિક જીવન
વર્ષ ૨૦૨૧ માં તમારું નાણાકીય પક્ષ મજબૂત રહેશે. આ વર્ષે તમે ધનની બચત કરી શકવામાં સફળતા પ્રાપ્ત કરશો. તમે નવું વાહન, ઘર અથવા અન્ય કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. સંબંધીઓ તમારી પાસેથી આર્થિક સહાયતા ની અપેક્ષા રાખશે અને તમે તેમની અપેક્ષાઓ પર ખરા સાબિત થશે.
કરિયર-વ્યાપાર
ફળાદેશ અનુસાર કન્યા રાશિવાળા લોકોનું કરિયર વર્ષ ૨૦૨૧ માં ચમકી શકે છે. આ વર્ષે નોકરીમાં સ્થળાંતર પણ થઈ શકે છે. ઓફિસમાં સિનિયર કર્મચારીઓની મદદથી તમે સફળતાની સીડીઓ ચડી શકો છો. પરંતુ ઓફિસ અથવા કાર્યસ્થળ પર પોતાના વિરોધીઓથી બચીને રહેવું. કારણ કે તે તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે.
પારિવારિક જીવન
આ વર્ષે તમારું પારિવારિક જીવન સામાન્ય રહેશે. વર્ષના શરૂઆતી મહિનામાં પરિવારજનોનો તમને સહયોગ પ્રાપ્ત થશે. જોકે વ્યસ્તતાને કારણે તમે પોતાના પરિવારજનોને સમય આપી શકશો નહીં. માર્ચ મહિનામાં સંતાનની ગતિવિધિઓ પર નજર રાખવી. કારણ કે તેમનું ધ્યાન અભ્યાસ પરથી દૂર હટી શકે છે. જો પૈતૃક સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો તે દૂર થશે. જુલાઈ માં સંતાન તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વર્ષના અંતભાગમાં માતા-પિતાની સેવા કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થશે. આ વર્ષે તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે.
પ્રેમ તથા વૈવાહિક જીવન
નવા વર્ષમાં તમને લવ પાર્ટનરનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. આ વર્ષે તમે પોતાના લવ પાર્ટનર સાથે યાદગાર પળોને સંભારણું બનાવી ને રાખી શકશો. વર્ષના મધ્ય ભાગમાં બંને વચ્ચે થોડો પણ બની શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં તમારા સંબંધોમાં ફરીથી મધુરતા આવી જશે. વૈવાહિક લોકો માટે આ વર્ષ ખૂબ જ યાદગાર અને મધુરતા ભર્યા સંબંધો થી ભરેલું રહેશે.
સ્વાસ્થ્ય
વર્ષ ૨૦૨૧ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેવાનું છે. આ વર્ષે તમારા સ્વાસ્થ્યને કારણે તમારું માનસિક મનોબળ પણ ખૂબ જ ઊંચું રહેશે. વાતાવરણમાં પરિવર્તનને કારણે તમને નાની-મોટી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે. કામમાં વ્યસ્તતાને કારણે માનસિક દબાણ રહી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. રાશિચક્રમાં તેમનું સાતમું સ્થાન છે. આ રાશિના વ્યક્તિ મનમોજી હોય છે. તેઓ દરેક વ્યક્તિ સાથે સારો વ્યવહાર બનાવીને ચાલે છે. તેઓ યોજનાઓ બનાવવામાં કુશળ હોય છે. પરંતુ અન્ય વ્યક્તિઓને પરેશાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. કોઈપણ કાર્ય પોતાના વિવેકથી કરવાનું પસંદ કરે છે. આ રાશિના લોકો ન્યાય પ્રિય હોય છે. તેઓ ખોટું જરાપણ સહન નથી કરી શકતા. અન્ય લોકોને મદદ કરવા માટે તેઓ હંમેશા તૈયાર રહે છે. પોતાના કાર્ય પ્રત્યે તેઓ જવાબદાર હોય છે. આ રાશિના સ્ત્રી અથવા પુરુષને ભાગ્યશાળી પાર્ટનર મળે છે.
આર્થિક જીવન
નવા વર્ષમાં તુલા રાશિના જાતકો માટે આર્થિક પક્ષ સામાન્ય રહેશે. પોતાની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા રહેશે. કાર્યક્ષેત્રમાં આ વર્ષે તેમણે પોતાની આવક વધારવા માંગો છો તો વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તમારે અન્ય સ્ત્રોતમાંથી પણ પૈસા કમાવવાની કોશિશ કરવી પડશે.
કરિયર-વ્યાપાર
કરિયર રાશિફળ અનુસાર તુલા રાશિના જાતકોએ આ વર્ષે સારું પરિણામ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. આ વર્ષે તમારી પોતાની કમ્યુનિકેશન સ્કીલ પર વધારે ધ્યાન આપવાનું રહેશે. જેના લીધે તમે કાર્યક્ષેત્રમાં સારા સંબંધો બનાવવામાં સફળ રહેશો અને પોતાના નવા વિચારો સિનિયર અધિકારીઓ સામે રાખી શકશો.
પારિવારિક જીવન
વર્ષની શરૂઆતમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ સમયે તમે પોતાના પરિવારજનો સાથે કોઇ વૈવાહિક સમારોહમાં જઈ શકો છો. સંતાનની શિક્ષા અને તેના ભવિષ્યને લઈને થોડા ચિંતામાં રહેશો. જોકે મે મહિનામાં સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. વર્ષના મધ્ય ભાગમાં સંબંધીઓ સાથે સબંધ માં સુધારો આવશે. આ વર્ષે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. વર્ષના અંતમાં પ્રોપર્ટી ને લઈને ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે.
પ્રેમ તથા વૈવાહિક જીવન
આ વર્ષે પ્રેમ જીવનમાં વાદ-વિવાદથી બચવું. પ્રેમમાં જીદ કરવી નહીં, કારણ કે તેના લીધે તમારો સંબંધ કમજોર બની શકે છે. તમારા લવ પાર્ટનર પર કોઈપણ પ્રકારનું દબાણ કરવું નહીં. જો તમે આ વર્ષે પોતાના લવ પાર્ટનર સાથે લગ્નના બંધનમાં બંધાવા ઇચ્છો છો તો વાત આગળ વધારી શકો છો. મેં-સપ્ટેમ્બર સુધી તમને પ્રેમ માં સારા પરિણામ મળશે.
સ્વાસ્થ્ય
નવું વર્ષ તમારા સ્વાસ્થ્ય માટે સામાન્ય રહેવાનું છે. આ વર્ષે તમને કોઈ લાંબી બીમારીમાંથી છુટકારો મળી શકે છે. પરંતુ આ વર્ષની શરૂઆતમાં તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે શારીરિક દર્દ તથા પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. રાશિચક્રમાં તેનું આઠમું સ્થાન છે. આ રાશિના વ્યક્તિઓ ગરમ સ્વભાવના હોય છે. તેમનો સ્વભાવ ક્રોધિત ભલે હોય પરંતુ હૃદયમાં દયાભાવ જરૂર હોય છે. આ રાશિના લોકો અન્ય લોકોના કામમાં કારણ વગર હસ્તક્ષેપ કરતા નથી અને કોઈપણ વ્યક્તિની દખલઅંદાજી પોતાના કામમાં સહન કરતા નથી. આ રાશિના વ્યક્તિઓને ઇચ્છાઓ સમય જતા પૂર્ણ થાય છે. આ રાશિના જાતકો પોતાની કલા અથવા કાર્યમાં કુશળ હોય છે.
આર્થિક જીવન
વર્ષ ૨૦૨૧ માં તમને નાણાકીય લાભ પ્રાપ્ત થશે. તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે. જો તમે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધેલા છે તો આ વર્ષે તમે તેને ચૂકવી શકશો. જો તમે કોઈ મોટું આર્થિક નિર્ણયો લો તો અનુભવી લોકોની સલાહ જરૂર લેવી.
કરિયર-વ્યાપાર
નોકરી વ્યવસાય માટે આ વર્ષ સામાન્ય રહેશે. આ વર્ષ દરમિયાન તમે પોતાના કાર્યક્ષેત્રમાં કમજોર પડશો તો તમારું સાહસ અને આત્મવિશ્વાસ તમને નવો રસ્તો બતાવશે. અમુક બાબતોમાં તમને ભાગ્યનો પણ સાથ મળશે. પોતાના કાર્યોના પરિણામને લઇને હતાશ થવાની જરૂરિયાત નથી. પરંતુ તમે તેમાંથી નવું શીખીને આગળ વધવાની આવશ્યકતા છે.
પારિવારિક જીવન
વર્ષની શરૂઆતમાં પરિવારજનો સાથે સારો સમય પસાર થશે. જો સંતાન વિવાહ યોગ્ય છે તો સંબંધની વાત ચાલી શકે છે. ઘરમાં કોઈપણ પ્રકારની અશાંતિ ચાલી રહી છે તો તે આ સમયમાં દૂર થશે. તમે પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે સમજી શકશો. સમાજમાં તમારું અને તમારા પરિવારનું માન સન્માન વધશે. ઓક્ટોબર મહિનામાં પરિવારજનો સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. જો કે નવેમ્બરમાં પરિવારની જરૂરિયાતો પર વધારે પડતો ખર્ચ થઈ શકે છે. વર્ષના અંત ભાગમાં તમારે પોતાના સંતાનના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું પડશે. મિત્રો સાથે ફરવા જવા માટેનો પ્લાન બનાવી શકો છો.
પ્રેમ તથા વૈવાહિક જીવન
પ્રેમ જીવન માટે નવુ વર્ષ તમારા માટે ખૂબ જ ખુશહાલ સાબિત થવાનું છે. આ વર્ષે તમારી લવ લાઈફમાં થોડા ઉતાર-ચડાવ પણ આવશે. પ્રેમ જીવનમાં અસુરક્ષાની ભાવના પણ ઉત્પન્ન થશે. પ્રિયતમ સાથે વૈચારિક મતભેદ થવાને કારણે તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. લવ પાર્ટનર પર શંકા કરવાથી બ્રેકઅપ થવાની સંભાવના રહેલી છે.
સ્વાસ્થ્ય
આ વર્ષે તમને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મળતા પરિણામો પ્રાપ્ત થશે. આ વર્ષે તમને માનસિક બેચેની રહી શકે છે. આવી સ્થિતિમાં દરરોજ ધ્યાન અને યોગ જરૂર કરવા. સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવી.
Comments
Post a Comment