આ દેશની છોકરીઓ પોતાના અંડર ગારમેન્ટમાં રાખે છે ચમચી, કારણ જાણીને તમે પણ કહેશો આપણા દેશમાં પણ આ હોવું જોઈએ
આજે મોટાભાગના દેશો મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. આપણા દેશમાં પણ થોડા થોડા દિવસે baratkal અને છેડતીની ઘટનાઓ અવાર-નવાર બનતી જોવા મળે છે. બીજા દેશોમાં પણ મહિલાઓની તસ્કરીને લઈને ઘણા જ કિસ્સાઓ સામે આવે છે, પૈસાના કારણે મહિલાઓના સોદા પણ ઠેર ઠેર થતા જોવા મળે છે.
ઘણી જગ્યાઓએ તો મહિલાને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે તો વળી ઘણા અમિર દેશના લોકો ગરીબ દેશની મહિલાઓને લગ્નની લાલચ આપી પોતાના દેશમાં લઇ આવે છે અને પોતાનો શોખ પૂરો થતા આવી મહિલાઓને dhdnama પણ ધકેલી દેતા હોય છે અને તે ત્યાંથી છટકી પણ નથી શકતી.
અરબ દેશના અમિર વ્યક્તિઓ દ્વારા ગરીબ દેશની છોકરીઓ સાથે લગ્ન કરી અને તેને પોતાના દેશમાં વેશ્વૃત્તિના ધંધામાં ધકેલી દેવાની ઘટનાઓ આજે જગ જાહેર છે. આવી મહિલાઓને તેમના દેશમાં લાવી અને નજર કેદ કરી દેવામાં આવતી હતી જેના કારણે તે પોતાની ફરિયાદ પણ કોઈને કરી શકતી કે ના ત્યાંથી ભાગી શકે તેમ હતી, લગ્ન કરવા માટે અમીર દેશના લોકો છોકરીના માતા-પિતાને મોટી રકમ પણ આપતા હતા.
હામાન થોડા સમય પહેલા જ પાકિસ્તાનમાંથી પણ આવા કિસ્સા સામે આવ્યા હતા જેમાં ચીનના કેટલાક અમીર લોકો દ્વારા પાકિસ્તાનની ગરીબ છોકરીઓ સાથે લગ્ન કરી તેમને પોતાના દેશમાં લઇ જઈ અને વેશ્વૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. એક દેશમાંથી બીજા દેશમાં પણ આવી મહિલાઓની તસ્કરી પણ કરવામાં આવતી હતી.
પરંતુ પોતાના દેશની મહિલાઓની સુરક્ષા માટે સ્વીડન નામના દેશે એક મહત્વની જાહેરાત કરી છે. તેમને પોતાના દેશની મહિલાઓને તેમના અંડગારમેન્ટમાં ચમચી રાખવાની સલાહ આપી છે.છેલ્લા ઘણા સમયથી સ્વીડનમાં પણ આપરાધોં વધી ગયા છે જેના કારણે પોતાના દેશની મહિલાઓ સુરક્ષિત રહે તે માટે તેમને આ સલાહ આપવામાં આવી છે.
સ્વીડન દ્વારા પોતાના દેશની મહિલાઓને અંડર ગારમેન્ટમાં ચમચી રાખવાની સલાહ એટલા માટે આપવામાં આવી છે કે જો તેમને પણ તેમની મરજી વિરુદ્ધ બીજા દેશમાં લઇ જવામાં આવે ત્યારે એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બંદરો ઉપર ચેકીંગ દરમિયાન અંડર ગારમેન્ટમાં રહેલી ચમચી મેટલ ડિટેક્ટરમાં બહાર આવે.
મેટલ ડિટેક્ટરમાં ચમચી આવતા જ તે મહિલાઓને તપાસ માટે એક અલગ રૂમમાં લઇ જવામાં આવે ત્યારે તે મહિલા તપાસ કરનાર અધિકારીને પોતાની સાથે થઈ રહેલા ગુન્હા વિશે જણાવી શકે છે. સાથે જ ત્યાંની સરકાર દ્વારા આવા ચેકીંગ સ્થળો ઉપર પણ ખાસ સૂચના આપવામાં આવેલી છે. જે મહિલાઓ ના અંડર ગારમેન્ટમાંથી ચમચી નીકળે એવી મહિલાઓને ખાસ સુરક્ષા આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
સ્વીડન દ્વારા મહિલાઓની સુરક્ષા માટે કરવામાં આવેલી આ પહેલ દ્વારા આપણને પણ એમ થાય કે આપણા દેશમાં પણ આવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ જેના કારણે મહિલાઓની સુરક્ષામાં વધારો કરી શકાય.
Comments
Post a Comment