47 વર્ષના સલમાનના ભાભીનો આવો ડ્રેસ જોઈને ફેન્સ થયા દીવાના, જુઓ તસવીરો
બોલીવુડની દમદાર ડાન્સર એવી મલાઈકા અરોરા અવાર નવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે. મલાઈકાની ફેશન સ્ટાઇલ ખુબ જ લાજવાબ હોય છે અને દર્શકોને ખુબ પસંદ આવે છે જો કે ઘણીવાર તે પોતાની આ જ ફેશનને લીધે આલોચનાનો શિકાર પણ થઇ ચુકી છે.
આવુજ કંઈક તાજેતરમાં બન્યું હતું. મકલાઇકાએ એવો ડ્રેસ પહેર્યો હતો કે જેને લીધે તે લોકોના નિશાના પર આવી ગઈ અને તેની ફેશનનો મજાક બનાવવામાં આવ્યો હતો.
મલાઈકાએ એવોર્ડ સમારોહમાં લેબનાની ફેશન ડિઝાઈનર Hass Idriss દ્વારા ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો, જેને પીવીસી ફેબ્રિકથી તૈયાર કરવામાં આવ્યો હતો. ડ્રેસમાં લીલા રંગની પટ્ટીઓનો ઉપોયોગ કરવામાં આવ્યો હતો, જેમાં કમર પાર બાંધેલો બેલ્ટ ખુબ જ વિચિત્ર લાગી રહ્યો હતો.
ડ્રેસમાં બોટમ સ્કર્ટ થોડું વિચિત્ર લાગી હર્યું હતું,જેને દૂરથી જોતા રેઇનકોટ જેવું લાગી રહ્યું હતું. આ ડ્રેસમાં નીચેની તરફ પીવીસી ફેબ્રિકથી બનેલા આ પ્લાસ્ટિક સ્કર્ટને જોડવામાં આવ્યું હતું, જે આવા સમારોહ માટે મલાઈકાનો સૌથી બકવાસ લુક માનવામાં આવ્યો હતો.
મલાઈકાનો આ લુક દર્શકોને કઈ ખાસ પસંદ આવ્યો ન હતો અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝરે તેનો મજાક બનવાતા તેના ડ્રેસની તુલના પ્લાસ્ટિક સાથે કરી દીધી હતી. યુઝરોએ તેને પ્લાસ્ટિક બેન થવાની વાત પણ યાદ અપાવી દીધી હતી.
એક યુઝરે લખ્યું કે,”વરસાદ ક્યાં પડી રહ્યો છે’? જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે,’સમજમાં નથી આવી રહ્યું કેવા-કેવા કપડા પહેરીને આવી ગયા છે”.
Comments
Post a Comment