લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ એક નવી આશા અને નવું ઉમંગ લઈને આવ્યું, સાથે સાથે ટેલિવિઝન જગતના ઘણા રેકોર્ડ પણ રામાયણના પ્રસારને પોતાના નામે કરી લીધા, વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાં રામાયણ પહેલા નંબરે આવી ગયું, અને આ રેકોર્ડ હવે કોઈ તોડી શકે એમ પણ નથી. રામાયણના પ્રસારણ સાથે રામાયણ સાથે જોડાયેલી ઘણી એવી બાબતો પણ છે જે આજે પણ સાંભળવી ગમે, ખાસ કરીને રામાયણમાં અભિનય કરનારા અભિનેતાઓના જીવન વિશે જાણવામાં વધારે મજા આવતી હોય છે. આજે અમે તમને રામાયણના અભિનેતાઓની કેટલીક એવી તસવીરો બતાવીશું જે જોઈને તમારી આંખો પણ ચમકી ઉઠશે. લક્ષ્મણનો અભિનય કરનાર અભિનેતા સુનિલ લહેરીને 1984માં એ સમયના પ્રધાનમંત્રી ઈન્દીરીએ ગાંધીએ એક શુભેચ્છા સંદેશ આપ્યો હતો અને ત્યારે સુનીલની પફિલ્મ પણ આવવાની હતી “ફિર આઈ બરસાત”\ કેમેરાની સામે રામ અને રાવણની દુશ્મની જોવા મળી હતી. કેમેરાની પાછળ અરુણ ગોવિલ અને અરવિદ ત્રિવેદી હાથ મિલાવતા નજરે ચડે છે. રામનો અભિનય કરનાર અરુણ ગોવિલ અને અભિનેત્રી દીપિકા ચીખલીયા રામાયણના સેટ સિવાય પણ એકસાથે જોવા મળ્યા હતા. રામાનંદ સાગર એક પુસ્તકમાંથી રામ અને સીતાને રામાયણના કેટલાક દૃશ્યોની સ...