બોલિવૂડ કલાકારો કાયમ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચમાં છવાયેલા રહે છે. દરેક લોકો પોતાના ફેવરેટ કલાકારોની દરેક માહિતી ભેગી કરવા માંગે છે, પછી ભલેને તેમની ફિલ્મો વિશે હોય કે તેમને અફેયર વિશેની માહિતી હોય. દરેક પર તેમના ચાહકોની નજર હોય છે તેથી તેમને અફેયર કોઈથી છુપાતા નથી અને બહાર આવી જાય છે. કલાકારો લગ્ન પછી અફેયરને લઈને ચર્ચામાં છવાયેલા છે. અફેયર હોવા છતાં પણ પત્નીઓએ તેમનો સાથ ન હતો છોડ્યો. તો ચાલો જાણીએ આ સૂચીમાં ક્યાં ક્યાં કલાકારો સામેલ છે.
રાજ કપૂર- નરગીસ:
બોલિવૂડમાં જ્યારે પણ પ્રેમની વાત થયા ત્યારે રાજ કપૂર અને નરગીસનું નામ જરૂર લેવામાં આવે છે. તેમની લવ સ્ટોરી એ વખતે દરેકની જુબાન પર હતી. નરગીસ અને રાજ એકબીજાને વર્ષ 1946માં મળ્યા હતા. નરગીસને પહેલીવાર મળ્યા પછી રાજ તેના દીવાના થઇ ગયા હતા. પરંતુ તેમની લવ સ્ટોરી આગળ વધી ન શકી કેમ કે રાજના પહેલેથી જ લગ્ન થઇ ગયા હતા. તેના લગ્ન કૃષ્ણા મલ્હોત્રા સાથે થયા હતા. આ અફેયરની ખબર સાંભળ્યા પછી પણ તેની પત્નીએ તેનો કયારેય સાથ ન છોડ્યો અને પરિવારને પણ સારી રીતે સાંભળતી હતી.
શાહરુખ ખાન- પ્રિયંકા ચોપડા:
શાહરુખ અને ગૌરીની લવ મેરેજ થયા હતા. શાહરુખ અને ગૌરી બોલિવૂડના ખુબ જ પસંદિદાર કપલમાંથી એક છે. પરંતુ શાહરુખ ખાનનું નામ પ્રિયંકા સાથે જોડાય ચૂક્યું છે. ડોન ફિલ્મ પછી શાહરુખ ખાન દરેક જગ્યાએ પ્રિયંકા સાથે જ દેખાતો હતો. ગૌરીને આ અફેયર વિશે જાણ થઇ ત્યારે તેને પતિનો સાથ ન છોડ્યો. ગૌરીએ શાહરુખને પ્રિયંકાથી દૂર રહેવા અને તેની સાથે કામ ન કરવાની ચેતવણી આપી હતી. અને તેના પછી શાહરુખે ક્યારેય પણ પ્રિયંકા સાથે કામ જ નથી કર્યું.
આદિત્ય પંચોલી- કંગના રનોત:
કાયમ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેનારી અભિનત્રી કંગનાનું નામ આદિત્ય પંચોલી સાથે જોડાઈ ચૂક્યું છે. આ વાત આદિત્યની પત્ની જરીનાએ ખુદ કહી હતી. થોડા સમય બંનેના અફેયરની ખબરો આવી પછી બંને વચ્ચે અનબન શરૂ થઇ ગઈ અને બને એકબીજા સામે નેગેટિવ બયાનો આપવા લાગ્યા હતા. કંગનાએ આદિત્ય પર શોષણ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આટલું થઇ ગયા પછી પણ તેની પત્નીએ તેનો સાથ ન હતો છોડ્યો.
અજય દેવગણ-કંગના રનોત:
બોલિવૂડના સિંઘમ તરીકે ઓળખાતા અભિનેતા અજય દેવગણને આજે કોણ નથી ઓળખતું. તે કાયમ એક્શન, કોમેડી એવી ફિલ્મોમાં જોવા મળે છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘વંસ અપૉન અ ટાઈમ ઈન મુંબઈ’ના શુટિંગ દરમિયાન અજય અને કંગના એકબીજાના નજીક આવી ગયા હતા. પતિના અફેયરની જાણ થતા જ કાજોલે ખુબ જ કડકાઈ બતાવી અને તેને કાંગનાથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ વાત હજી પુરવાર નથી થઇ.
અમિતાભ બચ્ચન-રેખા:
બોલિવૂડની લવ સ્ટોરીમાં કાયમ અમિતાભ અને રેખાનું નામ આવે જ છે. રેખા સાથે અફેયર થયું ત્યારે અમિતાભના લગ્ન પહેલેથી જ જયા સાથે થઇ ગયા હતા. આ જોડી લોકોને પણ ખુબ જ પસંદ આવી હતી. જયા આ વાતોથી હેરાન થવા લાગી અને કંટાળીને તેને એક દિવસ રેખાને ઘરે બોલાવી એન તેના પતિથી દૂર રહેવાની સલાહ આપી. તેના પછી અમિતાભ અને રેખા એકબીજાથી દૂર થઇ ગયા. અફેયર હોવા છતાં પણ જયાએ પોતાના પતિનો સાથ ન હતો છોડ્યો.
અક્ષય કુમાર-પ્રિયંકા ચોપડા:
બોલિવૂડના ખેલાડી તરીકે ઓળખાતા આભિનેતા અક્ષય કુમારે તેમના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના અફેયરની લિસ્ટ ખુબ જ લાંબી છે. અક્ષયનું નામ બોલીવૂડની ઘણી અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે. તેને ટ્વિંકલ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી તે પ્રિયંકા ચોપરા સાથે તેની નજદીકીયાં ખુબ જ વધી ગઈ હતી. જણાવી કે ટ્વિંકલે અક્ષયને પ્રિયંકાથી દૂર રહેવાની સલાહ આપી હતી.
Comments
Post a Comment