ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહ સુપરસ્ટાર ખેલાડી રહી ચુક્યા છે. યુવરાજે કેન્સર સામે પણ જીત મેળવી છે. તે જેટલો તેની રમતને લઈને જાણવામાં આવે છે તેટલો જ તે તેની લાઇફસ્ટાઇલ માટે પણ ફેમસ છે.
બોલીવુડની અભિનેત્રી હેજલ કીચ સાથે યુવરાજ સિંહે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતાનું જીવન ખુબ જ ખુશીથી જીવી રહ્યા છે. હેજલે પોતાના કેરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, તેને બ્રિટિશની પણ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ત્યારબાદ હેજલ બોલીવુડની બિલ્લા અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. યુવરાજ સિંહ સાથે લગ્ન થયા બાદ બંને અત્યારે મુંબઈમાં એક આલીશાન ઘરની અંદર રહે છે.
યુવરાજ સિંહે મુંબઈમાં આ શાનદાર ઘર મુંબઈના વર્લીમાં આવેલ ઓમકાર 1973 ટાવર્સમાં ઘર ખરીદ્યું છે. યુવરાજનું આ ઘર સી વિંગમાં 29માં માળ પર છે.
યુવરાજ અને હેજલ જે ઘરમાં રહે છે એજ બિલ્ડિંગમાં ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે પણ રહે છે. આ બિલ્ડીંગ શહેરના પૉશ વિસ્તારમાં આવેલી છે. યુવરાજ સિંહે પોતાના ઘરની દીવાલો ઉપર તેના બેટિંગ કરતા ફોટોગ્રાફ લગાવ્યા છે.
હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો પાડોશી બન્યો છે. વિરાટનું મકાન 35માં ફ્લોર પર છે. જ્યારે યુવરાજે 29માં ફ્લોર પર ઘર ખરીદ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તેનું ઘર 16 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલું છે. આ ફ્લોર પર 2 ફ્લેટ છે.
યુવરાજ સિંહનું ઘર વિરાટના ઘરથી લગભગ ડબલ મોંઘું છે. એક રિપોર્ટ અનુસાર, યુવીએ 2015માં આ ઘરને 64 કરોડ રુપિયામાં ખરીદ્યું છે. યુવરાજે એપાર્ટમેન્ટના પ્રતિ સ્ક્વેર ફૂટ માટે 40 હજાર રુપિયા આપ્યા છે. કોહલીએ 34 કરોડ રુપિયામાં ઓમકાર એપાર્ટમેન્ટ્સમાં ઘર ખરીદ્યું હતું. યુવરાજસિંહ તેના આ ઘરમાં પત્ની હેઝલ સાથે રહે છે. યુવરાજ સિંહ હાલ તો ક્રિકેટમાંથી રીટાયર થઇ ચુક્યો છે.
લગ્ન પહેલા યુવરાજ તેની માતા શબનમ સાથે ચંડીગઢમાં રહેતો હતો પરંતુ લગ્ન બાદ તે પત્ની હેજલ સાથે મુંબઈના ઘરમાં રહેવા આવી ગયો છે. દર વર્ષે આ ઘરમાં ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ પૂજા અને ગણપતિની સ્થાપના પણ કરવામાં આવે છે. યુવરાજની ઘણી પ્રોપર્ટી ગુરુગ્રામમાં પણ આવેલી છે.
Comments
Post a Comment