મોર્ડના દ્વારા કોવિડ-૧૯ ની વેક્સિન ૧૦૦ ટકા પ્રભાવી હોવાનો દાવો કરવામાં આવ્યો, જાણો ક્યારે મળશે આ વેક્સિન
અમેરિકાની દવા નિર્માતા કંપની મોર્ડનાએ સોમવારે ફરીથી એકવાર દાવો કર્યો હતો કે શોધનાં તાજા આંકડા માં તેની વેક્સિન ૯૪ ટકા થી વધારે કારગર નીકળી છે અને તેની કોઇ ગંભીર સાઈડ ઈફેક્ટ પણ નથી. કંપની ખૂબ જલ્દી અમેરિકા અને યુરોપમાં પોતાની વેક્સિનનાં આપાતકાલીન ઉપયોગ માટે પરવાનગી માંગવા જઈ રહી છે અને દાવો કર્યો હતો કે આ વેક્સિન બધા પ્રકારના વર્ગો અને સમુહોનાં લોકોમાં પ્રભાવી રહી છે. ઘણાં ગંભીર મામલામાં તે ૧૦૦% સુધી કારગર રહેલ છે.
ઉલ્લેખનીય છે કે ફાયદા બાદ મોર્ડના બીજી અમેરિકી વેક્સિન છે, જે ખૂબ જ જલ્દી બજારમાં ઉતારવાની તૈયારીમાં છે. ફાઇજર અંદાજે એક સપ્તાહ પહેલા આપાતકાલીન ઉપયોગની પરવાનગી માટે અમેરિકી ખાદ્ય એવંમ ઔષધિ પ્રશાસન (FDA) પાસે પરવાનગી માંગી છે. આ વર્ષના અંત સુધી મોર્ડના ૨ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. વળી આગલા વર્ષના અંત સુધીમાં કંપની ૫૦ કરોડથી લઈને ૧ અબજ ડોઝ બજારમાં ઉપલબ્ધ કરાવશે.
મોર્ડનાએ અમેરિકાનાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થનાં સહયોગથી વેક્સિન વિકસિત કરી છે. મોર્ડનાની વેક્સિન પરીક્ષણમાં ૩૦ હજારથી વધારે લોકોએ ભાગ લીધો છે. પાછલા સપ્તાહે આવેલ વિસ્તૃત પરિણામ અનુસાર આ વેક્સિન ૯૪.૧ ટકા કારગર મળી આવી હતી. જોકે કંપનીએ ૧૬ નવેમ્બરનાં છેલ્લા આંકડા રજૂ કર્યા, ત્યારે પોતાની વેક્સિનને ૯૪.૫ ટકા કારગર હોવાની વાત કરી હતી.
કંપનીનાં ચીફ મેડિકલ ઓફિસર ડા.ટાલ જૈક્સને કહ્યું હતું કે અમે લોકોએ વેક્સિનનાં પરીક્ષણ દરમિયાન ઘણા લોકોના જીવ બચાવી લીધા. તેમણે કહ્યું હતું કે છેલ્લા પરિણામોમાં જ્યારે અમને આ વાતની જાણકારી થઈ તો ખુશીથી આંસુ નીકળી ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે મોર્ડના FDA સમક્ષ પોતાના આંકડા ૧૭ ડિસેમ્બરનાં રોજ રજુ કરશે, જ્યારે ફાઈજર ૧૦ ડિસેમ્બરનાં રોજ પોતાના આંકડા રજૂ કરશે. આ બંને વેક્સિન બે ડોઝ વાળી છે. બંને માટે કોલ્ડ ચેન ની જરૂરિયાત છે.
આ પહેલા દિગ્ગજ દવા કંપની ફાઈજર (Pfizer) અને જર્મનીની તેની ભાગીદારી કંપની લેબોરેટરી બાયોએનટેક (German laboratory BioNTech) દ્વારા પોતાની કોવિડ-૧૯ વેક્સિનનાં ઇમર્જન્સી ઉપયોગ માટે અમેરિકી ખાદ્ય એવંમ ઔષધિ પ્રશાસન (FDA) પાસેથી મંજૂરી આપવાની માંગણી કરી હતી. આ બંને કંપનીઓએ દાવો કર્યો હતો કે તેની રસી કોવિડ-૧૯નાં હળવા અને ગંભીર સંક્રમણ થી બચાવવામાં ૯૫ ટકા સુધી કારગર છે.
Comments
Post a Comment