Skip to main content

Posts

Showing posts with the label ન્યૂઝ

હવે આટલી સુંદર અને ગ્લેમરસ થઈ ગઈ છે “તારક મહેતા” ની “સોનુ”, તસ્વીરોમાં જુઓ તેની સુંદરતા

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી ચર્ચિત અને સૌથી લાંબો સમય સુધી ચાલતો શો છે. ૧૩ વર્ષથી આ શો દેશભરનાં કરોડો દર્શકોનું મનોરંજન કરી રહેલ છે. સતત આ શો સફળતાનાં નવા શિખરો અને સ્પર્શ કરી રહ્યો છે. આ શોમાં કામ કરનાર દરેક કિરદાર પોતાની ખાસ ઓળખ રાખે છે. ૧૩ વર્ષનાં સફર દરમિયાન કલાકારોમાં ઘણો બદલાવ થઈ ચૂક્યો છે. અમુક કલાકારો સમય-સમય પર શો છોડતા રહ્યા અને તેની જગ્યાએ નવા કલાકારો આવતા રહ્યા. નવા કલાકારો પણ શોમાં શાનદાર કામ કરી રહ્યા છે, પરંતુ લોકો જૂના કલાકારોને પણ ભૂલ્યા નથી. આજે પણ તે કલાકાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં શો મળેલી ઓળખથી ઓળખવામાં આવે છે. લાંબા સમયથી દયાબેનનું કિરદાર નિભાવનાર એક્ટ્રેસ દિશા વાકાણી, ટપ્પુ નું કિરદાર નિભાવનાર ભવ્ય ગાંધી, અંજલી મહેતાનું કિરદાર નિભાવનાર નેહા મહેતા અને સોનું નું કિરદાર નિભાવનાર નિધિ ભાનુશાલી શો ને અલવિદા કરી ચૂકેલ છે. સમય-સમય પર આ બધા કલાકાર ચર્ચાનો વિષય બનતા રહ્યા છે. આજે અમે તમને જૂની સોનું એટલે કે નિધિ ભાનુશાલી વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે ખૂબ જ મોટી થઈ ચૂકી છે. નિધિ ભાનુશાલી ઘણા સમય પહેલાં શો ને અલવિદા કહી ચુકેલ છે, હવે તેની જગ્યા...

જીવલેણ બન્યો ગુગલ મેપ : મેપમાં દર્શાવેલ રસ્તા પર જઈ રહેલી કાર સીધી ડેમમાં ખાબકી

  મહારાષ્ટ્રનાં પૂણેમાં ગુગલ મેપ ને કારણે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો હતો. પુણેમાં રહેતા કોલ્હાપુરનાં ૩ બિઝનેસમેન મહારાષ્ટ્રનાં સૌથી ઊંચા શિખર “કલસુઈ બાઈ” પર સોમવારનાં રોજ ટ્રેકિંગ કરવા માટે ગયા હતા. રાત્રે પરત ફરતાં સમયે તેમણે ગુગલ મેપની મદદ લીધી હતી. જેના કારણે તેમની કાર સીધી એક ડેમમાં જઈને પડી ગઈ હતી. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું. જાણકારી અનુસાર ગુરુ શેખર (૪૨), સમીર રાજુરકર (૪૪) અને સતીશ ધુલે (૩૪) ટ્રેકિંગ બાદ પુણે પરત ફરી રહ્યા હતા. રાતનો સમય હોવાને કારણે તેમને રસ્તાની યોગ્ય જાણકારી હતી નહીં, એટલા માટે તેમણે ગુગલ મેપ ની મદદ લીધી. ગુગલે તેમને કોતુલ થી અકોલા માટે સૌથી ઓછા સમયમાં પહોંચાડનાર રસ્તો બતાવવામાં આવ્યો. આ રસ્તો તેમને સીધા એક ડેમ તરફ લઇ ગયો અને કાર સ્પીડમાં હોવાને કારણે તેઓ યોગ્ય સમય પર બેક લગાવી શક્યા નહીં અને કાર પાણીમાં ખાબકી ગઈ. કારનાં ડોર લોક હોવાને કારણે તેઓ સમય પર દરવાજો ખોલી શક્યા નહીં અને તેના કારણે સતીશ ધુલે નું મૃત્યુ થઈ ગયું. વરસાદ બાદ બંધ હતો રસ્તો આ રસ્તો સીધો પીંપલ ગાંવ તરફ જાય છે. વરસાદમાં આવેલા પુર અને ડેમમાં પાણી વધી જવાને કારણે આ રસ્તો ...

બાબા વેંગાની વર્ષ ૨૦૨૧ની ભવિષ્યવાણીને લઈને ગભરાઈ ગયા લોકો, ૨૦૨૧માં આવશે આ મોટી આફતો

  વર્ષ ૨૦૨૦ ખતમ થવા માં બસ હવે ગણતરીના જ દિવસો બચ્યા છે અને આ વર્ષે કોરોના મહામારીનાં વિનાશ સામે ઝઝૂમી રહેલ સમગ્ર દુનિયાને નવા વર્ષ ૨૦૨૧માં કંઈક સારું બનવાની અપેક્ષા છે. પરંતુ એક ભવિષ્યવાણી થી દુનિયાભરના લોકો ફરીથી ભયભીત બની ગયા છે. હકીકતમાં બાલ્કાનનાં નાસ્ત્રેદમસ તરીકે ઓળખાતા બુલ્ગેરિયાનાં એક રહસ્યવાદી ભવિષ્યવક્તા બાબા વેંગાએ ૨૦૨૧ને લઈને ઘણી ભવિષ્યવાણી કરી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે વર્ષ ૨૦૨૧ પણ માનવતા માટે સૌથી ખરાબ વર્ષ સાબિત થવાનું છે. તેમણે પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧ માં સમગ્ર દુનિયા પ્રલય અને ગંભીર આફતોનો સામનો કરશે. એક મોટો ડ્રેગન (ચીન તરફ ઈશારો) માનવતા માટે ખતરો બનશે. તે સિવાય ઇંધણની કમીનો પણ સામનો કરવો પડશે. તેના કારણે ટ્રેનો સૂર્યપ્રકાશ દ્વારા હવામાં ઉડશે. જણાવી દઈએ કે આ પહેલા બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે, જે બિલકુલ સચોટ સાબિત થઈ છે. તેમણે ૯/૧૧ નો હુમલો, બ્રેક્ઝિટ સંકટ, નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી બનવું, સોવિયત સંઘનું તૂટવું, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, શર્નોબિલ ઘટના જેવી ભવિષ્યવાણી કરી છે, જે બિલકુલ સાચી સાબિત થઈ છે. મહત્વપૂર્ણ છે કે ૮૬ વર્ષ...

માસ્ક વગર ફરતા “બહાદુર” લોકો હવે ચેતી જજો, ગુજરાત હાઇકોર્ટ હવે આકરા પાણીએ, માસ્ક વગર પકડાયા તો થશે આવી આકરી સજા

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ વકરી કરી રહ્યું છે. સરકાર દ્વારા લોકોને સતત માસ્ક પહેરવા અને કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જોકે લોકો દ્વારા આ બધી સૂચનાઓને જરા પણ ગણકારવામાં આવતી નથી. લોકો અવારનવાર ગાઇડલાઇનનું છડે ચોક ઉલ્લંઘન કરતા નજર આવી રહ્યા છે. જેથી ગુજરાત રાજ્યમાં કોરોનાની સ્થિતિ બગડતી જઈ રહી છે. જોકે હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આવા લોકોની સામે લાલ આંખ કરીને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં વધતાં જઈ રહેલ કોરોનાનાં કહેરને કારણે રાત્રી કર્ફ્યુ લગાવામાં આવેલ છે. સાથોસાથ વગર પકડાયેલા વ્યક્તિને રૂપિયા ૧૦૦૦નો દંડ પણ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ અમુક બહાદુર લોકો ઘરની બહાર વગર ફરતા અવારનવાર નજરે પડે છે, જેની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને તેને ધ્યાનમાં રાખીને માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેયર સેન્ટરમાં સર્વિસ કરાવવા માટેના પગલાં લેવા સરકારને આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા માસ્ક વગર પકડાયેલા લોકો સામે અત્યંત કઠોર વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. બહાર માસ્ક વગર ફરતાં બહાદુર લોકોને કોવિડ કેયર સેન્ટરમ...

મોર્ડના દ્વારા કોવિડ-૧૯ ની વેક્સિન ૧૦૦ ટકા પ્રભાવી હોવાનો દાવો કરવામાં આવ્યો, જાણો ક્યારે મળશે આ વેક્સિન

  અમેરિકાની દવા નિર્માતા કંપની મોર્ડનાએ સોમવારે ફરીથી એકવાર દાવો કર્યો હતો કે શોધનાં તાજા આંકડા માં તેની વેક્સિન ૯૪ ટકા થી વધારે કારગર નીકળી છે અને તેની કોઇ ગંભીર સાઈડ ઈફેક્ટ પણ નથી. કંપની ખૂબ જલ્દી અમેરિકા અને યુરોપમાં પોતાની વેક્સિનનાં આપાતકાલીન ઉપયોગ માટે પરવાનગી માંગવા જઈ રહી છે અને દાવો કર્યો હતો કે આ વેક્સિન બધા પ્રકારના વર્ગો અને સમુહોનાં લોકોમાં પ્રભાવી રહી છે. ઘણાં ગંભીર મામલામાં તે ૧૦૦% સુધી કારગર રહેલ છે. ઉલ્લેખનીય છે કે ફાયદા બાદ મોર્ડના બીજી અમેરિકી વેક્સિન છે, જે ખૂબ જ જલ્દી બજારમાં ઉતારવાની તૈયારીમાં છે. ફાઇજર અંદાજે એક સપ્તાહ પહેલા આપાતકાલીન ઉપયોગની પરવાનગી માટે અમેરિકી ખાદ્ય એવંમ ઔષધિ પ્રશાસન (FDA) પાસે પરવાનગી માંગી છે. આ વર્ષના અંત સુધી મોર્ડના ૨ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. વળી આગલા વર્ષના અંત સુધીમાં કંપની ૫૦ કરોડથી લઈને ૧ અબજ ડોઝ બજારમાં ઉપલબ્ધ કરાવશે. મોર્ડનાએ અમેરિકાનાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થનાં સહયોગથી વેક્સિન વિકસિત કરી છે. મોર્ડનાની વેક્સિન પરીક્ષણમાં ૩૦ હજારથી વધારે લોકોએ ભાગ લીધો છે. પાછલા સપ્તાહે આવેલ વિસ્તૃત પરિણામ અનુસાર આ વેક્સિન ૯૪.૧ ...