માસ્ક વગર ફરતા “બહાદુર” લોકો હવે ચેતી જજો, ગુજરાત હાઇકોર્ટ હવે આકરા પાણીએ, માસ્ક વગર પકડાયા તો થશે આવી આકરી સજા
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ વકરી કરી રહ્યું છે. સરકાર દ્વારા લોકોને સતત માસ્ક પહેરવા અને કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જોકે લોકો દ્વારા આ બધી સૂચનાઓને જરા પણ ગણકારવામાં આવતી નથી. લોકો અવારનવાર ગાઇડલાઇનનું છડે ચોક ઉલ્લંઘન કરતા નજર આવી રહ્યા છે. જેથી ગુજરાત રાજ્યમાં કોરોનાની સ્થિતિ બગડતી જઈ રહી છે. જોકે હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આવા લોકોની સામે લાલ આંખ કરીને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં વધતાં જઈ રહેલ કોરોનાનાં કહેરને કારણે રાત્રી કર્ફ્યુ લગાવામાં આવેલ છે. સાથોસાથ વગર પકડાયેલા વ્યક્તિને રૂપિયા ૧૦૦૦નો દંડ પણ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ અમુક બહાદુર લોકો ઘરની બહાર વગર ફરતા અવારનવાર નજરે પડે છે, જેની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને તેને ધ્યાનમાં રાખીને માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેયર સેન્ટરમાં સર્વિસ કરાવવા માટેના પગલાં લેવા સરકારને આદેશ કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા માસ્ક વગર પકડાયેલા લોકો સામે અત્યંત કઠોર વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. બહાર માસ્ક વગર ફરતાં બહાદુર લોકોને કોવિડ કેયર સેન્ટરમાં ફરજિયાત પાંચ થી છ કલાકની કોવિડ સેવા આપવી પડશે, તેવો આદેશ હાઈકોર્ટે ગુજરાત સરકારને કર્યો છે. લોકોનાં બેજવાબદારી ભર્યા વલણને કારણે ગુજરાત હાઇકોર્ટ હવે આકરા પાણીએ છે. જેથી બહાર માસ્ક બહાદુરી સાથે વગર ફરતા લોકોને કોવિડ કેયર સેન્ટરમાં પોતાની બહાદુરી બતાવવાનો અવસર પ્રાપ્ત થશે.
વળી માસ્ક નહીં પહેરનાર વ્યક્તિની ઉંમર, લાયકાત અને તેની બાકીની વિગતો ધ્યાનમાં લઈને તે વ્યક્તિને કોમ્યુનિટી સર્વિસની યોગ્ય જવાબદારી આપવામાં આવી શકે છે. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે માસ્ક નહીં પહેરનાર વ્યક્તિએ દરરોજ પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ આપવી પડશે.
વળી આ કોવિડ સર્વિસનો સમયગાળો ૫ દિવસથી ૧૫ દિવસ સુધીનો રાખી શકાશે. જોકે માસ્ક વગર પકડાયેલા લોકોની જવાબદારી મોટાભાગે નોન મેડિકલ પ્રકારની રહેશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને ટકોર કરવામાં આવી છે કે તેઓ આ હુકમનો તાત્કાલિક અમલ કરાવે અને અઠવાડિયા બાદ તેનો રિપોર્ટ પણ હાઇકોર્ટમાં રજુ કરવાનો રહેશે તેવો હુકમ કર્યો છે.
Comments
Post a Comment