મહારાષ્ટ્રનાં પૂણેમાં ગુગલ મેપ ને કારણે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો હતો. પુણેમાં રહેતા કોલ્હાપુરનાં ૩ બિઝનેસમેન મહારાષ્ટ્રનાં સૌથી ઊંચા શિખર “કલસુઈ બાઈ” પર સોમવારનાં રોજ ટ્રેકિંગ કરવા માટે ગયા હતા. રાત્રે પરત ફરતાં સમયે તેમણે ગુગલ મેપની મદદ લીધી હતી. જેના કારણે તેમની કાર સીધી એક ડેમમાં જઈને પડી ગઈ હતી. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું.
જાણકારી અનુસાર ગુરુ શેખર (૪૨), સમીર રાજુરકર (૪૪) અને સતીશ ધુલે (૩૪) ટ્રેકિંગ બાદ પુણે પરત ફરી રહ્યા હતા. રાતનો સમય હોવાને કારણે તેમને રસ્તાની યોગ્ય જાણકારી હતી નહીં, એટલા માટે તેમણે ગુગલ મેપ ની મદદ લીધી. ગુગલે તેમને કોતુલ થી અકોલા માટે સૌથી ઓછા સમયમાં પહોંચાડનાર રસ્તો બતાવવામાં આવ્યો. આ રસ્તો તેમને સીધા એક ડેમ તરફ લઇ ગયો અને કાર સ્પીડમાં હોવાને કારણે તેઓ યોગ્ય સમય પર બેક લગાવી શક્યા નહીં અને કાર પાણીમાં ખાબકી ગઈ. કારનાં ડોર લોક હોવાને કારણે તેઓ સમય પર દરવાજો ખોલી શક્યા નહીં અને તેના કારણે સતીશ ધુલે નું મૃત્યુ થઈ ગયું.
વરસાદ બાદ બંધ હતો રસ્તો
આ રસ્તો સીધો પીંપલ ગાંવ તરફ જાય છે. વરસાદમાં આવેલા પુર અને ડેમમાં પાણી વધી જવાને કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે આ ચીજ ગુગલ મેપ માં અપડેટ થઈ ન હતી. સ્થાનીય લોકોને આ વાતની જાણ હતી એટલા માટે તેઓ આ રસ્તાનો ઉપયોગ કરતા ન હતા. કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવક બહારથી આવ્યા હતા, એટલા માટે તેઓ દુર્ઘટનાનો શિકાર બની ગયા.
PWD ડિપાર્ટમેન્ટની ભૂલ સામે આવી
રાતનો સમય હોવાને કારણે ત્રણેય લોકોને યોગ્ય રીતે રસ્તો દેખાડી શક્યો નહીં અને ગૂગલ મેપ પર ભરોસો કરવો તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. સ્થાનિક લોકોનું કહેવું છે કે PWD વિભાગ તરફથી જો આ રોડ ઉપર કોઈ બોર્ડ અથવા બેરીકેટ લગાવવામાં આવેલું હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. ઘટનાની જાણકારી મળતાની સાથે જ સ્થાનીય લોકો અને પીડિતોના સંબંધીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે સતીશ ધુલેનાં શબ અને કારને બહાર કાઢી હતી.
Comments
Post a Comment