કોન બનેગા કરોડપતિ જેમ જેમ આગળ વધી રહેલ છે, તેમ તેમ તેને એક બાદ એક કરોડપતિ મળી રહ્યા છે. કેબીસીની આ ૧૨મી સીઝનને અત્યાર સુધીમાં ૩ કરોડપતિ મળ્યા છે અને ખાસ વાત એ છે કે આ ત્રણેય કરોડપતિ મહિલાઓ છે અને આ ત્રણેય મહિલાઓ ત્રણ સપ્તાહની અંદર કરોડપતિ બની છે. ટીવીનાં સૌથી પોપ્યુલર શો માંથી એકનાં રૂપમાં બિગ-બી નો શો કૌન બનેગા કરોડપતિ સામેલ છે. વીતેલા ૨૦ વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહેલ છે. શોમાં ભાગ લેનાર પ્રતિયોગી અવારનવાર શોમાંથી ખૂબ જ મોટી રકમ જતા જોવા મળે છે.
તમે જોયું હશે કે અત્યાર સુધીમાં શો માં પોતાની આવડતથી અનેક લોકો લાખો-કરોડો રૂપિયાની રકમ જીતી ચૂક્યા છે. પ્રતિયોગીઓ જે પણ રકમ જીતે છે, અમિતાભ બચ્ચન તેમને આ રકમનું ચૂકવણું કરી આપે છે. જોકે જરા થોભો, ફક્ત આપણને બતાવે છે કે તે વ્યક્તિને પુરી રકમનું ચૂકવણું કરી દેવામાં આવે છે, જ્યારે હકીકતમાં એવું હોતું નથી.
માની લો કે અમિતાભ બચ્ચનનાં શો માં કોઈ વ્યક્તિ ૫૦ લાખની રકમ જીતે છે, તો તેના બદલામાં તેને પૂરી રકમ આપવામાં આવતી નથી, પરંતુ તેનો અમુક ભાગ કાપી લેવામાં આવે છે. હવે તમે કહેશો કે આવું શા માટે? તો ચાલો તમને તેની પાછળનું કારણ જણાવીએ.
આવી રીતે સમજીએ કે શા માટે મળશે ઓછી રકમ
કોન બનેગા કરોડપતિમાં જોવામાં આવે તો શોનાં હોસ્ટ અમિતાભ બચ્ચન પ્રતિયોગી વ્યક્તિને જીતેલી રકમ તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની વાત કહે છે. જોકે આ આ રકમમાંથી અમુક રકમ બાદ કર્યા બાદ જ તે વ્યક્તિનાં ખાતામાં મોકલવામાં આવે છે. કારણ કે આ રકમ ઉપર ટેક્સ પણ લગાવવામાં આવે છે અને ટેક્સ લગાવ્યા બાદ આ રકમ ઓછી થઈ જાય છે.
જો કોઈ વ્યક્તિની કમાણી ઝીરો છે તો ૨.૫ લાખ પર કોઈ ટેક્સ આપવાનો રહેતો નથી. જ્યારે ૨.૫ લાખથી પ લાખ સુધી પર નિયમ અનુસાર ૫% ટેક્સ ચૂકવવાનો રહે છે. હવે જો આગળ વધવામાં આવે તો પ લાખ થી ૧૦ લાખ સુધી ની રકમ પર ૨૦% ટેક્સ આપવો પડે છે.
જ્યારે ૧૦ લાખથી ૫૦ લાખ સુધીની રકમ પર ટેક્સ ના રૂપમાં ૩૦% જેવી ભારે ભરખમ રકમ આપવી પડે છે. વળી ટેક્સ પર સરચાર્જ ૧૦% લગાવવામાં આવે છે અને ટેક્સ પર સેસ ૪% ઉમેરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કેબીસીમાં ૫૦ લાખ રૂપિયા જીતે છે, તો તેમાંથી ૧૩ લાખ ૩૦ હજાર રૂપિયા ટેક્સના રૂપમાં ઓછા થઈ જાય છે.
કેબીસીમાં વ્યક્તિને આ રીતે અંદાજે ૩૬ લાખ રૂપિયા થી થોડી વધારે રકમ મળે છે. આ ગણતરી બાદ હવે તમે સંપૂર્ણ રીતે આ આશ્વસ્ત થઇ ચૂક્યા હશો કે આખરે ૫૦ લાખ જીતેલ વ્યક્તિને કેટલી રકમ તેના ખાતામાં મળે છે.
Comments
Post a Comment