બોલિવૂડનો કોઈ નાનો સીતારો હોય કે મોટો, કોઇ નવો હોય કે જુનો, તે હંમેશા દર્શકો અને તેની આસપાસ ફરતો ફરતો રહે છે. બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસ છે, જેમણે પોતાની ગ્લેમરસ અદાઓથી લાખો લોકોના દિલ જીતી લીધા હોય. આવી જ એક એક્ટ્રેસ છે મલ્લિકા શેરાવત. ફિલ્મોમાં પગલાં રાખતા ની સાથે જ તે યુવાનોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી
મલ્લિકાનાં કિસિંગ સીન અને તેની ગ્લેમરસ અદાઓના ચર્ચા આજે પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ થાય છે. આજે આ લેખમાં અમે તમને મલ્લિકા શેરાવત સાથે જોડાયેલી અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કદાચ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. તો ચાલો જાણીએ મલ્લિકા શેરાવતના જિંદગી સાથે જોડાયેલા અમુક રહસ્ય.
મલ્લિકાનો જન્મ ૨૪ ઓક્ટોબર, ૧૯૭૬નાં રોજ હરિયાણાના રોહતકમાં થયો હતો. આજ થી ૧૭ વર્ષ પહેલાં ૨૦૦૩માં મલ્લિકાએ હિન્દી સિનેમા જગતમાં પગલાં રાખ્યા હતા. તે પહેલી વખત તે વર્ષે ફિલ્મ “ખ્વાહિશ” માં જોવામાં આવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલી બોલિવૂડ ફિલ્મમાં તેણે ૨૧ કિસિંગ સીન આપ્યા હતા અને બોલિવૂડમાં સનસની મચાવવાની શરૂઆત કરી દીધી હતી.
ખૂબ જ ઓછા લોકો તે વાત જાણતા હશે કે બોલિવૂડમાં આવતાં પહેલા તે લગ્ન પણ કરી ચૂકી હતી અને તેને છુટાછેડા થઇ ગયા હતા. જાણકારી અનુસાર કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મલ્લિકાએ એરહોસ્ટેસનાં રૂપમાં કામ કર્યું. આ દરમિયાન તે કરણ સિંહ ગિલને મળી અને બન્ને એકબીજાની નજીક આવી ગયા.
બંનેએ વર્ષ ૨૦૦માં એક મોટું પગલું ઉઠાવ્યું અને લગ્ન કરી લીધા. જોકે ખૂબ જ જલ્દી આ સંબંધોમાં તિરાડ ઊભી થઈ ગઈ. ૨૦૦૧માં કરણ સિંહ ગિલ અને મલ્લિકા શેરાવતે છૂટાછેડા લઇ લીધા. પરંતુ સાર્વજનિક રૂપથી એક્ટ્રેસ મલ્લિકાએ ક્યારેય પણ તે વાતનો સ્વીકાર કર્યો નહીં. તે આ પ્રકારના સવાલો થી હંમેશા બચતી નજર આવી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મલ્લિકા રીમા લાંબા નામથી જાણીતી હતી. ફિલ્મોમાં એન્ટ્રી કરતાં ની સાથે જ તે રીમા લાંબા માંથી મલ્લિકા શેરાવત થઈ ગઈ .મલ્લિકા ફક્ત બોલીવૂડ સુધી સીમિત રહી નહીં, પરંતુ તે હોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવવામાં સફળ રહી. સાથોસાથ તેણે ઈન્ટરનેશનલ સુપર સ્ટાર જેકી ચેન સાથે પણ કામ કર્યું.
મલ્લિકાને સાચી ઓળખ બોલિવૂડમાં ફિલ્મ “મર્ડર” થી મળી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ઈમરાન હાશ્મી કામ કર્યું હતું. બંનેની કેમેસ્ટ્રીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેની સાથે તેના ગીત પણ ખૂબ જ હિટ રહ્યા હતા. તેણે પોતાની કારકિર્દીમાં કિસ-કિસ કી કિસ્મત, મર્ડર,પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ, શાદી સે પહેલે, વેલકમ, હીસ્સ, ડબલ ધમાલ અને બિન બુલાયે બારાતી સહિત ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય આપી ચૂકેલ છે.
Comments
Post a Comment