ફિલ્મ અને ક્રિકેટ આ બંને ચીજો ભારતમાં એવી છે, જેને લઇને લોકો હદથી વધારે પાગલ જોવા મળે છે. ખાસ કરીને કોઈ મોટા બોલિવુડ સિતારાની ઝલક મેળવવા માટે તો લોકો કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર રહે છે. ફેન્સની વચ્ચે આવા જ એક ખૂબ જ પોપ્યુલર અને ઉમદા કલાકાર છે અક્ષય કુમાર. બોલિવૂડનાં ખેલાડી તરીકે ઓળખવામાં આવતા અક્ષય કુમારનાં ફેન્સ ફક્ત સામાન્ય લોકો જ નથી, પરંતુ મોટા મોટા સિતારાઓ પણ છે.
અક્ષયની પોતાની ફિટનેશને લઈને જાગૃતતા અને માર્શલ આર્ટનો ગુણ આ અમુક એવી ખુબીઓ છે, જેના કારણે દરેક વ્યક્તિ તેનો ફેન્સ બનવા માટે મજબૂર બની જાય છે. તેની વચ્ચે આજે અમે તમને એક એવા બોલિવૂડ સ્ટારની કહાની જણાવવા જઇ રહ્યા છીએ, જે એક જમાનામાં અક્ષય કુમારની જોરદાર થપ્પડ ખાઈ ચૂકેલ છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે જે કલાકારને ક્યારેક અક્ષય કુમારે એક થપ્પડ મારી હતી, તે આજે બોલિવૂડના એક જાણીતા અભિનેતા બની ચૂક્યા છે. આ વાત ઘણા વર્ષો પહેલાંની છે જ્યારે આ કલાકાર ખૂબ જ નાનો હતો. તેવામાં તે દરમિયાન કંઈક એવા પ્રકારની સ્થિતિઓ ઊભી થઈ હતી કે અક્ષય કુમારે આ યુવકને એક પણ મારી હતી. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો, જેમાં એક નાનો બાળક અક્ષય કુમારની બાજુમાં ઉભેલો છે. અમે અહીંયા આ બાળકની વાત કરી રહ્યા છીએ, જે અક્ષય કુમારની થપ્પડ ખાધા બાદ બોલિવૂડનો પ્રખ્યાત અભિનેતા બની ગયો છે.
આ કહાની સાંભળીને તમારા મનમાં જરૂરથી ઉત્સુકતા પેદા થઈ રહી હશે કે આખરે આ બોલિવૂડ સ્ટાર કોણ છે જે અક્ષય કુમારના હાથની થપ્પડ ખાઈ ચૂક્યો છે. હકીકતમાં અમે અહીંયા જે કલાકારની વાત કરી રહ્યા છીએ તે અન્ય કોઈ નહીં પરંતુ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ છે. જી હાં, તમે બિલકુલ બરોબર વાંચ્યું છે, તે રણવીર સિંહ જ છે જે બાળપણમાં અક્ષય કુમારની જોરદાર થપ્પડ ખાઈ ચૂકેલ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ખુદ અક્ષય કુમારે કર્યો છે.
એક એવોર્ડ ફંક્શન દરમિયાન અક્ષય કુમારે આ રહસ્ય ખોલ્યું હતું. અક્ષય કુમારે જણાવ્યું હતું કે રણવીર બાળપણથી જ તેના ફેન હતા. રણવીર જ્યારે નાના હતા તો અવારનવાર અક્ષય કુમારનું શૂટિંગ જોવા માટે સેટ પર આવતા હતા. એક દિવસ રણવીરે કંઈક એવી ભૂલ કરી હતી જેના કારણે અક્ષય કુમાર નારાજ થઈ ગયા હતા અને તેને રણવીરને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. જો કે વર્તમાનમાં અક્ષય કુમાર અને રણવીર સિંહ ખૂબ જ સારા મિત્ર છે. રણવીર અક્ષય કુમારની ખૂબ જ રિસ્પેક્ટ પણ કરે છે.
કામની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર ખૂબ જ જલ્દી રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી માં નજર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ પણ સ્પેશ્યલ રોલમાં જોવા મળશે. આવું પહેલી વાર હશે કે જ્યારે દર્શકોને મોટા પડદા પર અક્ષય કુમાર અને રણવીર સિંહની જોડી એક સાથે જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજય દેવગન પણ ગેસ્ટ કલાકારનાં રૂપમાં નજર આવશે. મતલબ કે રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં સિંઘમ, સિમ્બા અને ખિલાડી અક્ષય કુમાર એકસાથે ધમાચકડી મચાવતા નજર આવશે.
Comments
Post a Comment