વધતાં જતાં સંક્રમણનાં ખતરાની વચ્ચે ફેફસાનું રક્ષણ કરવા માટે અપનાવો આ પ્રાકૃતિક ઉપાયો, સંક્રમણ રહેશે તમારાથી દુર
સામાન્ય રીતે તો શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ હંમેશા કરવો જોઈએ, પરંતુ કોરોના સંક્રમણનાં સમયમાં આ જવાબદારી ઘણી વધી જાય છે. આ સમયમાં વિશેષ રૂપથી પોતાના ફેફસાનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો જાણીએ કે તમારે એવી કઈ વસ્તુઓનું સેવન પોતાની રૂટિન લાઇફમાં કરવું જોઈએ, જેનાથી તમે પોતાના ફેફસાને હંમેશા માટે સ્વસ્થ રાખી શકો છો.
પીપરમેન્ટ ટી
પીપરમેન્ટ શ્વાસ સંબંધી બીમારીઓને ઠીક કરવાનો એક વર્ષો જૂનો ઉપાય છે. પીપરમેન્ટ અને ફુદીના બંનેનો ઉપયોગ વર્ષોથી ચિકિત્સાનાં ક્ષેત્રમાં થતો આવ્યો છે. ફેફસાની સફાઈ કરવા માટે અને તેને હેલ્ધી બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તમે ઈચ્છો તો દિવસમાં એકથી બે વખત મિંટ ટી નું સેવન કરીને પોતાના ફેફસાને ઇન્ફેક્શનથી લડવાની મજબૂતી આપી શકો છો.
ગ્રીન ટી
ગ્રીન ટી બનાવવી કદાચ દુનિયાનું સૌથી સરળ કામ છે. હાં, અમુક લોકો માટે તેને પીવું મુશ્કેલ જરૂર હોઈ શકે છે, પરંતુ ફેફસાનાં સ્વાસ્થ્ય માટે સ્વાદની સાથે થોડું સમાધાન કરી શકાય છે. ગ્રીન ટીમાં પોલિફેનોલ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટિઝ હોય છે, જે વાયરસને ખતમ કરવા અને તેની સાથે વધતા સોજાને નિયંત્રિત કરવામાં સહાયક હોય છે. જો તમે કોરોના સંક્રમણ સાથે જોડાયેલ જરૂરી જાણકારી સતત વાંચો છો તો તમને જાણ હશે કે કોરોના વાયરસનાં સંક્રમણ સમયે જો ઉકાળો, ગરમ પાણી અથવા ગ્રીન ટી જેવી ચીજોનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વાયરસને વધતો અટકાવી શકાય છે.
મધ છે ખૂબ જ લાભકારી
મધ પ્રાકૃતિક રૂપથી ઘણાં પોષક તત્વોથી ભરપુર હોય છે. મધની અંદરનાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ મળી આવે છે. આયુર્વેદ અનુસાર રાત્રિના સમયે સુવાનાં અડધા કલાક પહેલા ૧ ચમચી મધનું સેવન કરવામાં આવે તો સારી ઊંઘ મેળવવામાં સહાયક બને છે. મધ સૂકી ખાંસીમાં ખૂબ જ રાહત પ્રદાન કરે છે. દૂધની સાથે મધનું સેવન શરીરને કેલ્શિયમ આપીને હાડકાને મજબૂત બનાવે છે અને ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે. શ્વસન તંત્રને મજબૂત બનાવી રાખવા માટે અને ઈન્ફેક્શન ફ્રી રાખવામાં મધ ખૂબ જ ગુણકારી હોય છે.
ફેફસાને સ્વસ્થ રાખે છે હળદર
કોરોના સંક્રમણ દરમિયાન સૌથી પહેલાં શ્વાસ લેવામાં સમસ્યા ઊભી થાય છે. તેની સાથે જ તાવ માથાનો દુખાવો સૂકી ખાંસી અને શીખ આવી સામાન્ય વાત છે. કોરોના વાયરસ શ્વાસ અથવા મોઢા દ્વારા શરીરની અંદર પ્રવેશ કર્યા બાદ સૌથી પહેલાં આપણા શ્વસન તંત્ર પર હુમલો કરે છે. તેના કારણે છાતીમાં ભારેપણું, સોજો અને શ્વાસ લેવાની સમસ્યા ઊભી થાય છે. આ બધી સમસ્યાઓમાંથી બચવામાં હળદરનું સેવન વધારે લાભકારી છે. તમને યાદ અપાવી દઇએ કે કોરોના સંક્રમણ દરમિયાન સૂકી ખાંસી થાય છે. સૂકી ખાંસીમાં હળદર ઉમેરેલું દૂધ પીવાથી ખૂબ જ રાહત મળે છે.
લસણ બચાવે ગળું અને ફેફસાં આ ઇન્ફેક્શનથી
બની શકે છે કે કાચા લસણનો સ્વાદ તમને પસંદ ના હોય પરંતુ લસણ માં ખૂબ જ પાવરફૂલ એન્ટિબાયોટિક્સ મળી આવે છે, જે આપણા ફેફસામાં સોજો સંક્રમણ અથવા ઘાવ બનવા દેતા નથી. ફેફસાની સફાઈ કરવા અને તેને સાફ રાખવાનું કામ તે ખૂબ જ સારી રીતે કરે છે. એટલા માટે દરરોજ લસણની એક કાચી કળીનું સેવન કરવું જોઈએ.
Comments
Post a Comment