શું દિવસે ઊંઘ કરવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જાણો બપોરે ક્યારે અને કેટલો સામે ઊંઘ કરવી જોઈએ
ઊંઘ એક એવી ચીજ છે જે બધાને પસંદ હોય છે. તે વાતમાં કોઈ શંકા નથી કે સૂવાનો સમય રાતના સમયે બેસ્ટ માનવામાં આવે છે. પરંતુ અમુક લોકોને દિવસના સમયે પણ થોડા સમય માટે સૂવાની આદત હોય છે. તેવામાં સવાલ ઊભો થાય છે કે શું દિવસના સમયે ઉંઘ કરવી આપણા સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારી માનવામાં આવે છે. તેનાથી શું ફાયદા છે અને શું નુકસાન છે? આપણે દિવસમાં કયારે અને કેટલી કલાક સુધી ઊંઘ કરવી જોઈએ. આજે અમે તમને આ બધા સવાલોના જવાબ આપવાના છીએ. જો તમે પણ દિવસમાં સૂવાનું પસંદ કરો છો અથવા તો ક્યારેક એક ઝબકી લઈ લો છો, તો આ આર્ટીકલ જરૂરથી વાંચવો. બપોરે ઊંઘ કરવાને લઈને તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે.
દિવસમાં સુવાના ફાયદા
ઘણી વખત દિવસમાં સુવાથી ઘણા ફાયદા થાય છે. ઉદાહરણ તરીકે તમારો મૂડ ફ્રેશ થઈ જાય છે, મેમરી પાવર વધે છે, થાક દૂર થઇ જાય છે અને વળી બ્લડ પ્રેશર પણ લો થઈ જાય છે. તેનાથી આપણા શીખવાની ક્ષમતા અને ક્રિએટિવિટી વધે છે. આપણું શરીર કંઇક એ રીતે પ્રોગ્રામ કરેલું હોય છે કે આપણે સવારે વધારે ઉર્જાવાન રહીએ છીએ અને રાત્રિના સમયે ઉંઘ વાળી ફીલિંગ મહેસૂસ કરવા લાગીએ છીએ. એટલા માટે જોવામાં આવે તો બપોરના સમયે ઉંઘ કરવી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન બચે છે.
શું આપણા માટે દિવસમાં સુવું યોગ્ય છે?
જોકે દિવસના ઊંઘ કરવી દરેક વ્યક્તિ માટે ફાયદાકારક હોતી નથી. અમુક લોકોને દિવસમાં ઊંઘ કર્યા બાદ વધારે બેકાર મહેસૂસ કરવા લાગે છે. તે સિવાય તેમને રાત્રિના સૂવાનો સમય બગડી જાય છે. ખાસ કરીને જે લોકો ઇનસોમીયા (ઊંઘ ન આવવી)ની બીમારી સાથે ઝઝુમી રહ્યા હોય. તે સિવાય દિવસમાં વધારે સુવાની ઇચ્છા અથવા હંમેશા ઊંઘ આવવાની ફીલિંગ થવું કોઇ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે પોતાના ડોક્ટર સાથે વાત કરવી જોઈએ કે તમારા માટે દિવસના ઊંઘ કરવી યોગ્ય છે કે નહીં.
દિવસમાં સુવાનો બેસ્ટ ટાઈમ
જો તમે દિવસના સુવાનો ભરપૂર ફાયદો ઉઠાવવા માંગો છો અને કોઈપણ પ્રકારના સંભવતઃ નુકસાનથી બચવા માંગો છો, તો આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો. તમે દિવસમાં ઊંઘ કર્યા બાદ પહેલાથી વધારે બેકાર મહેસુસ કરો છો, તો પોતાની ઉંઘને ફક્ત ૩૦ મીનીટ માટે લિમિટમાં કરી દો. જોકે તમને દિવસમાં ઊંઘ કરીને સારું મહેસૂસ થાય છે તો પણ તમારે ૧ કલાકથી વધારે ઊંઘ કરવી જોઈએ નહીં. દિવસમાં સુવાનો બેસ્ટ ટાઈમ બપોરે ૨ થી ૩ વાગ્યાની વચ્ચેનો હોય છે. આ તે સમય છે જ્યારે શરીરમાં સુગર અને ઊર્જા ઓછી થવા લાગે છે.
તેવામાં આ સમયે સૂવાથી તમે બાકીનો દિવસ વધારે ઊર્જાવાન અને સારું મહેસૂસ કરશો. સાથોસાથ તેનાથી તમારા રાતના સૂવાના સમયમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. એક વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું કે દિવસમાં ભોજન કર્યાના ૧ અથવા ૨ કલાક બાદ ઊંઘ કરવી જોઈએ. દિવસની ઊંઘનો પૂર્ણ લાભ લેવા માટે રૂમ શાંત ઠંડો અને ઓછી રોશની વાળો હોવો જોઈએ.
Comments
Post a Comment