બાળપણ રમત-ગમત અને વાંચન માટે હોય છે. આ ઉંમરમાં જ જવાબદારીઓનો બોજ માથે આવી જાય છે, તો જીવન ખૂબ જ મુશ્કેલીઓથી ભરાઈ જતું હોય છે. આવું જ કંઈક ઉત્તરપ્રદેશનાં મુઝફ્ફરનગરમાં ૯ વર્ષનાં અંકિતને સાથે પણ થઈ રહ્યું છે. અંકિતનાં પિતા જેલમાં સજા કાપી રહ્યા છે, તો વળી માં તેને રસ્તા પર ઠોકર ખાવા માટે છોડીને ચાલી ગઈ છે.
આ માસૂમ બાળક અંકિત કોઈને ઓળખતો નથી. તેવામાં તે પોતાનું જીવન પસાર કરવા માટે એક ચાની દુકાન પર કામ કરે છે. તે સિવાય તે રસ્તા પર ફુગ્ગા પણ વેચે છે. અંકિતનો બેસ્ટ ફ્રેન્ડ સડક પર રહેલ એક કૂતરો છે, તેનું નામ અંકિતે ડેની રાખ્યું છે. તે દરરોજ રાતે એની સાથે એક જ ધાબળાની અંદર રસ્તા પર સૂઈ જાય છે.
અંકિત પાછલા અમુક દિવસોથી આવી જિંદગી જીવી રહ્યો છે. હાલમાં જ એક વ્યક્તિએ તેનો રસ્તા પર કુતરા સાથે સૂતેલો ફોટો ખેંચી લીધો હતો. બસ પછી શું હતું, અંકિત અને તે કુતરાનો ફોટો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયો. ફોટો વાયરલ થયા બાદ સ્થાનીય પ્રશાસને પણ બાળકની શોધખોળ શરૂ કરી હતી. સોમવારે સવારે આ બાળક મળી પણ ગયો.
હાલમાં અંકિત મુઝફ્ફરનગર પોલીસની દેખરેખમાં છે. મુઝફ્ફરનગરનાં એસએસપી અભિષેક યાદવ જણાવે છે કે અમે હાલમાં બાળકના સંબંધીઓને શોધવાની કોશિશ કરી રહ્યા છીએ. જિલ્લા મહિલા એવમ બાળ કલ્યાણ વિભાગને તેની જાણકારી આપવામાં આવી છે. તે સિવાય આસપાસના જિલ્લાઓના થાણામાં પણ અંકિતનો ફોટો મોકલી દેવામાં આવ્યો છે.
અંકિત જે ચાની દુકાન પર કામ કરતો હતો, તેના માલિકે જણાવ્યું હતું કે અંકિત ક્યારેક પણ કોઈ વસ્તુ ફ્રીમાં લેતો ન હતો. વળી તે પોતાના કુતરા માટે દૂધ પણ માંગતો ન હતો. જ્યારે તે કામ કરતો હોય તો તેનું આ કૂતરો એક ખૂણામાં બેસી રહેતો હતો. એસએચઓ અનિલ કાપરવાન જણાવે છે કે અંકિત એક સ્થાનીય મહિલા શીલા દેવી સાથે રહે છે. પોલીસે જ્યારે વિનંતી કરી તો એક પ્રાઇવેટ સ્કુલ તેને મફતમાં શિક્ષા આપવા માટે પણ તૈયાર થઈ ગઈ છે.
Comments
Post a Comment