ખાંસી થવી સામાન્ય વાત છે અને ખાંસી કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. ખાંસી થવાના ઘણાં બધાં કારણો હોય છે. અમુક લોકોને વાતાવરણ બદલવાને કારણે ખાંસીની સમસ્યા રહેતી હોય છે, જ્યારે અમુક લોકોને એલર્જીને કારણે ખાંસી થાય છે. ખાંસી થવા પર ફેફસા પર દબાણ આવે છે અને લાંબા સમય સુધી ખાંસી રહેવાથી ઘણી વખત ફેફસામાં દુખાવાની ફરિયાદ પણ થતી હોય છે.
ખાંસી માંથી છુટકારો મેળવવા માટે ખાંસીની દવા અથવા સિરપ પીવાને બદલે ઘરેલું નુસ્ખા અજમાવી જોવા જોઈએ. આ ઘરેલૂ નુસખાની મદદથી ખાંસીમાં તુરંત આરામ મળી જશે. હકીકતમાં ઘણા લોકો ખાંસી થવા પર સીરપ પીવે છે અને સિરપ પીવાથી ખાંસી દૂર પણ થઈ જાય છે. પરંતુ સિરપને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવતી નથી. ઘણા બધા અધ્યયનમાં તે વાત સાબિત થઈ ચૂકી છે કે સિરપ પીવાથી ઊંઘ વધારે આવે છે અને તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોતું નથી. સિરપ બનાવવા દરમિયાન તેને રંગ અને ફ્લેવર આપવા માટે હાનિકારક તત્વ ઉમેરવામાં આવે છે, જે નુકસાન પહોંચાડે છે. એટલા માટે સીરપ પીવાને બદલે તમારે ઘરેલુ ઉપાયોની મદદથી ખાંસીનો ઇલાજ કરવો જોઈએ.
મધ વાળું પાણી
કફવાળી ખાંસી થવા પર ખૂબ જ કફ નીકળતો હોય છે અને છાતીમાં ભારે મહેસુસ થતું હોય છે. કફવાળી ખાંસી થવા પર તમારે મધ વાળું પાણી પીવું લાભદાયક માનવામાં આવે છે. એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરી લો અને તેમાં મધ ઉમેરી દો. ત્યારબાદ આ પાણીનું સેવન કરી લો. દિવસમાં ત્રણ વખત આ પાણી પીવાથી ખાંસીમાંથી આરામ મળી જશે. વળી સૂકી ખાંસી થવા પર ૧ ચમચી મધની અંદર મરીનો પાઉડર ઉમેરી દો. મધ અને મરીનું મિશ્રણ ખાવાથી સૂકી ખાંસીમાં રાહત મળે છે અને ગળામાં પણ બળતરા થતી નથી. હકીકતમાં ગળું સુકાવાને કારણે સૂકી ખાંસી થાય છે અને મધ વાળું પાણી પીવાથી ગળું સુકાતું નથી અને ખાંસી બંધ થઈ જાય છે.
તુલસીનું પાણી પીવો
તુલસીમાં મળી આવતા તત્વ ખાંસીને જડમૂળમાંથી ખતમ કરી નાખે છે. એટલા માટે ખાંસી થવા પર તમારે દરરોજ રાતે સૂતા પહેલાં તુલસીનાં પાનનું પાણી પીવું જોઈએ. તુલસીનું પાણી તૈયાર કરવા માટે તમારે ૧૦ તુલસીનાં પાન લેવા અને તેને યોગ્ય રીતે પીસી લેવા. પછી તેને એક ગ્લાસ પાણીમાં ઉમેરી દેવા. આ પાણીને ઉકાળી લો અને ગેસ બંધ કરીને ગાળી લો. આ પાણીને ઠંડું થયા બાદ તેનું સેવન કરો. તમે ઈચ્છો તો પાણીની અંદર મધ પણ ઉમેરી શકો છો. આ પાણી સતત એક સપ્તાહ સુધી પીવું. આ પાણી પીવાથી ખાંસીથી જડમૂળમાંથી ખતમ થઇ જશે. સૂકી ખાંસી થવા પર તુલસીનાં પાનમાં મધ ઉમેરીને પણ સેવન કરી શકાય છે. તુલસી અને મધ એક સાથે લેવાથી સૂકી ખાંસીમાં આરામ મળે છે.
મુલેઠી
ખાંસીની દવાઓ બનાવવામાં મુલેઠીનો પ્રયોગ કરવામાં આવે છે. મુલેઠીને ખાંસી માટે રામબાણ માનવામાં આવે છે અને તેનું સેવન કરવાથી ખાંસીમાં રાહત મળે છે. ખાંસી થવા પર તમારે મુલેઠીનું પાણી પીવું જોઇએ અથવા તો તેને મધની સાથે સેવન કરવું જોઈએ. મુલેઠીનું પાણી તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણીને ગરમ કરવા માટે ગેસ પર રાખી દો અને ત્યારબાદ તેની અંદર મુલેઠી ઉમેરી દો. ૩ મિનિટ બાદ ગેસ બંધ કરી દો અને આ પાણીને ગાળીને સેવન કરી લો.
Comments
Post a Comment