બોલિવૂડમાં તો ઘણી અભિનેત્રીઓ છે, પરંતુ તેમાંથી અમુક અભિનેત્રીઓ એવી છે જે પોતાની ફિલ્મોને હિટ કરાવવા માટે હીરો પર નિર્ભર નથી રહેતી. કંગના રનૌત આવી જ એક અભિનેત્રી છે. કંગના મોટાભાગે મહિલા પ્રધાન ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરે છે. એજ કારણ છે કે તેને બોલિવુડની ક્વિન એટલે કે રાણી કહેવામાં આવે છે. ૨૩ માર્ચ, ૧૯૮૭નાં રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલી કંગના આજે બોલિવૂડમાં ખૂબ જ નામ કમાઇ ચૂકી છે. કંગના અવારનવાર પોતાના લવ અફેર અથવા તો નિવેદનને લઈને વિવાદોમાં રહે છે. તેવામાં આજે અમે તમને કંગનાની લાઈફનાં પાંચ લવ અફેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આદિત્ય પંચોલી
એના પોતાના પરિવારજનોની મરજી વિરુદ્ધ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી. બૉલીવુડમાં ડેબ્યુ કરતાં પહેલાં જ્યારે તે મુંબઈ આવી હતી, તો તેની મુલાકાત આદિત્ય પંચોલી સાથે થઈ હતી. આદિત્ય પોતાના જમાનામાં જાણીતા અભિનેતા હતા. આદિત્ય અને કંગનાની ઉંમરમાં ૨૦ વર્ષનું અંતર હતું અને વળી તેઓ પરિણીત પણ હતા. જોકે તેમ છતાં પણ તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે આદિત્ય અને કંગના લીવ-ઈનમાં પતિ-પત્નીની જેમ પણ રહેવા લાગ્યા હતા. કંગનાનો આરોપ હતો કે આદિત્ય તેની સાથે મારપીટ કરતા હતા, જેના કારણે તેમનો આ સંબંધ પૂરો થઈ ગયો. જણાવી દઈએ કે કંગના આ બાબતમાં આદિત્ય પંચોલી વિરુદ્ધ પોલીસમાં કેસ પણ દાખલ કરાવી ચૂકી છે.
અધ્યયન સુમન
કંગના “રાઝ-૨” ફિલ્મમાં કામ કરી રહી હતી. તેના સેટ પર તેની મુલાકાત શેખર સુમનના દીકરા અઘ્યયનની સાથે થઈ હતી. બંનેની વચ્ચે પહેલા મિત્રતા થઈ અને પછી પ્રેમ થઈ ગયો. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. શેખર સુમને એક વખત ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અધ્યયન કંગનાને પ્રેમ નહોતો કરતો, બસ તેની તરફ આકર્ષિત હતો. વળી અધ્યયનનું પણ કહેવું હતું કે તે કારકિર્દી પર ફોકસ કરવા માંગે છે, એટલા માટે કંગના સાથે સંબંધ તોડી નાખ્યો. વળી અધ્યયને કંગના ઉપર કાળો જાદુ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
અજય દેવગન
કંગના અને અજય દેવગન અને કંગનાએ “વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ” માં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન બંનેના સંબંધોને લઈને સમાચારો ખૂબ જ વાયરલ થયા હતા. કહેવામાં આવે છે કે કંગના તો અજયને લઈને ગંભીર હતી, પરંતુ અજય કાજોલને છોડવા માટે તૈયાર હતા નહીં. તેવામાં કંગનાએ કથિત રૂપથી અજયને પોતાનું કાંડુ કાપી નાખવાની ધમકી આપી હતી. જોકે આ ખબર ની હકીકત આજ સુધી બહાર આવી નથી.
નિકોલસ લાફર્ટી
બ્રિટિશ ડોક્ટરની નિકોલસ લાફર્ટીની સાથે કંગનાનાં સંબંધો થોડા દિવસો સુધી જ ચાલ્યા હતા. નિકોલસ કંગનાને મળવા માટે ઘણી વખત મુંબઇ આવતા હતા. જોકે તેમના સંબંધોની હકીકત પણ આજ સુધી બહાર આવી નથી.
ઋત્વિક રોશન
ઋત્વિક રોશન અને કંગનાની વચ્ચેનો લવ અફેર સૌથી વધારે મીડિયામાં ઉછળ્યું હતું. જણાવવામાં આવે છે કે આ તે સમયની વાત છે જ્યારે પોતાની પૂર્વ પત્ની સુઝેન ખાન સાથે છૂટાછેડા લેવાની રાહ જોઈ રહ્યા હતા. બંનેએ “ક્રિસ-૩” માં પણ સાથે કામ કર્યું હતું. કંગના આ વાતનો જાહેરમાં ખુલાસો કરી ચૂકી છે કે ઋત્વિક સાથે તેમનું લવ અફેર હતું. વળી ઋત્વિક આ વાતથી ઇનકાર કરી ચૂક્યા છે.
Comments
Post a Comment