શિયાળાની ઋતુમાં લોકો અવારનવાર બીમાર પડતા હોય છે. તેવામાં આ ઋતુમાં પોતાના સ્વાસ્થ્યનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું પડે છે. વળી આ ઋતુમાં શાકભાજી અને ફળો ખૂબ જ સારી માત્રામાં મળી આવે છે. આ સિઝનમાં ઘણા એવા શાકભાજી અને ફળ આવે છે, જેને ખાવાથી ઈમ્યુનિટી પાવરમાં વધારો થાય છે. આ રીતે તમે શિયાળાની ઋતુમાં નાની-મોટી બીમારીઓને તો ફક્ત આ ફળ અને શાકભાજીનું સેવન કરીને ખતમ કરી શકો છો.
આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમને આજે આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુમાં ખાઈ શકાય તેવા શક્તિવર્ધક અને રોગનાશક ફળ અને શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે શિયાળાની ઋતુમાં તેનું નિયમિત રૂપથી સેવન કરો છો, તો તમને આ ઋતુમાં કોઈપણ પ્રકારની બીમારી થવાના ચાન્સ રહેતા નથી.
પાલક
આ શાકભાજીમાં ઘણા પ્રકારના લાભકારી એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન ઉપસ્થિત રહે છે. તે વિટામિન એ, સી અને કે થી ભરપૂર હોય છે. આ શાકભાજીને શિયાળાની ઋતુમાં ખાવાથી શરીરમાં ઇન્ફેક્શન થતું નથી.
બીટ
શિયાળાની ઋતુમાં બોડીનું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે. તેવામાં બીટનું સેવન લાભકારી હોય છે. આ એક એવું ફળ છે, જેમાં કેલરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે પરંતુ ન્યુટ્રીયન્ટ વેલ્યુ વધારે હોય છે. આ સામાન્ય રીતે તો આખું વર્ષ મળે છે પરંતુ શિયાળાની ઋતુમાં તેનું સેવન વધારે લાભકારી માનવામાં આવે છે.
મૂળા
શિયાળાની ઋતુમાં મૂળાને પોતાના સલાડમાં અવશ્ય સામેલ કરવું જોઇએ. તેની અંદર મેગ્નેશિયમ, આયરન, કોપર, કેલ્શિયમ, મિનરલ્સ જેવા તત્વ વધારે માત્રામાં મળી આવે છે. આયુર્વેદમાં મુળા ની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. તેના અનુસાર તેનું નિયમિત સેવન કરવાથી શરીર હંમેશા સ્વસ્થ રહે છે.
ગાજર
ગાજરની અંદર વિટામીન બી, સી, ડી, ઈ અને કે પ્રચુર માત્રામાં હોય છે. તેને મૂળાની જેમ સલાડમાં સેવન કરવુ લાભકારી માનવામાં આવે છે. તેની અંદર કેરોટિન અન્ય ફળ અને શાકભાજીની તુલનામાં વધારે હોય છે. તેનું સેવન શિયાળાની ઋતુમાં કરવામાં આવે તો શરીરને ખૂબ જ લાભ મળે છે.
સંતરા
આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુમાં સંતરા પણ જરૂરથી ખાવા જોઈએ. ઘણા લોકો શિયાળામાં તેનું સેવન કરતા નથી. પરંતુ તેની અંદર ખૂબ જ વધારે માત્રામાં વિટામિન સી મળી આવે છે. તે શિયાળાની ઋતુમાં બેક્ટેરિયા સામે લડવામાં આપણે સહાયતા કરે છે. તે સિવાય તે લો-કેલેરી હોવાને કારણે વજન પણ વધતું નથી.
આશા રાખીએ છીએ કે તમને અમારી આયુર્વેદ સાથે જોડાયેલી જાણકારી જરૂર થી પસંદ આવી હશે. તો તમે જ્યારે પણ બજારમાં જાઓ તો આ ફળ અને શાકભાજીની ખરીદી જરૂરથી કરી લેજો.
Comments
Post a Comment