કારેલા ખાવામાં કડવા હોય છે, પરંતુ તેમાં રહેલા ઔષધિય ગુણ ખૂબ જ લાભકારી હોય છે. કારેલાંમાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટીરિયલ તત્વ રહેલ હોય છે, જે શરીર માટે આવશ્યક છે. કારેલા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબુત બને છે અને બીમારીઓ સાથે લડવાની તાકાત પણ મળે છે. કારેલા થી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. વળી સંધિવા અને અસ્થમાના દર્દીઓ માટે પણ તે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. કારેલાને શાક સિવાય તેનો જ્યુસ બનાવીને પીવાથી પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આખરે કારેલા ખાવાથી કયા કયા ફાયદા મળે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરે
ડાયાબિટીસનાં દર્દીઓ માટે કારેલા રામબાણ ઔષધી છે. તે વાત અમે નથી કહી રહ્યા પરંતુ ડૉક્ટર્સ ડાયાબિટીસ પેશન્ટને ભોજનમાં કારેલાં સામેલ કરવાની સલાહ આપે છે. કારેલા ખાવાથી શરીરમાં સુગર લેવલ કંટ્રોલ રહે છે. તેને કાચા શાક બનાવીને અથવા તો જ્યુસનાં રૂપમાં સેવન કરી શકાય છે. જો કારેલા ઉપલબ્ધ ન હોય તો કારેલાંનો પાઉડર પણ ફાયદાકારક માનવામાં આવે છે.
અસ્થમા માં ફાયદાકારક
જો તમે અસ્થમાનાં દર્દી છો તો પોતાના ભોજનમાં કારેલાંને જરૂરથી શામેલ કરો, પરંતુ ધ્યાન રહે કે કારેલાનું શાક બનાવવા દરમિયાન તેમાં મસાલાનો ઉપયોગ ન કરવો. કારેલાંનું મસાલા વગરનું શાક ખાવાથી અસ્થમામાં રાહત મળે છે.
સંધિવા માંથી છુટકારો અપાવે છે
જો તમે સંધિવાની સમસ્યાથી પરેશાન છો તો તેના માટે કારેલા ખૂબ જ લાભકારી છે. કારેલાનાં રસ થી સાંધા, હાથ તથાપગ પર માલીશ કરવાથી આ જગ્યા પર થતી બળતરામાં આરામ મળે છે. તે સિવાય કારેલાનો જ્યુસ પીવું ફાયદાકારક માનવામાં આવે છે.
પથરી ઓગળવામાં મદદગાર
પથરીની સમસ્યાથી પીડાઇ રહેલા લોકો માટે કારેલા કોઈ ઔષધિ ઓછા નથી. તેવામાં તમારે કારેલાને પોતાના રોજિંદા જીવનમાં જરૂરથી સામેલ કરવા જોઈએ. કારેલામાં એવા તત્વો રહેલા છે, જે પથરીને ઓગાળીને બહાર કાઢી નાખે છે. તેના માટે કારેલાના જ્યુસમાં મધ ઉમેરીને પીવું.
પાચનશક્તિ કરે મજબુત
એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટીરિયલ ગુણ થી ભરપુર કારેલા પાચનતંત્રને મજબૂત બનાવવામાં સહાયક હોય છે, તેનું સેવન કરવાથી પેટ યોગ્ય રીતે સાફ રહે છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે પેટમાં દુખાવો ગેસ અને અપચો દુર થાય છે.
માથાનાં દુખાવામાં આરામ આપે
આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકોને અવારનવાર માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ માથાનાં દુખાવાથી પરેશાન છો, તો કારેલાને પીસીને તેનો લેપ માથા પર લગાવો. તેનાથી ખૂબ જલ્દી માથાના દુખાવામાં આરામ મળે છે.
વજન ઘટાડવામાં મદદ કરે
સ્થૂળતાની સમસ્યાથી પરેશાન રહેલા લોકો માટે પણ કારેલા ખૂબ જ લાભકારી છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોને સ્થુળતાને દૂર કરે છે. તેના માટે તમારે કારેલાના જ્યુસમાં લીંબુનો રસ ઉમેરીને પીવો જોઈએ, તેનાથી વજન ઓછું થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.
ઇમ્યુનિટી વધારે
કારેલામાં અમુક એવા ગુણ રહેલા હોય છે, જેનાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ મળે છે. હકીકતમાં કારેલાંમાં વિટામિન એ, સી, ફાઇબર અને આયરન ભરપૂર માત્રામાં મળી આવે છે. તેવામાં કારેલા ખાવાથી ઇમ્યુનિટી વધે છે અને શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. કારેલા ખાવાથી ઋતુજન્ય બીમારીઓથી પણ બચાવ થાય છે.
ભૂખ વધારે
કારેલા ખાવાથી ભૂખ ન લાગવાની પરેશાની પણ દૂર થાય છે. હકીકતમાં તેમાં ફોસ્ફરસની માત્રા વધારે હોય છે, જેનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને કબજિયાત, અપચો અને એસીડીટી ની પરેશાની થતી નથી.
Comments
Post a Comment