બોલીવુડની જાણીતી શ્રેષ્ઠ અને સુંદર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમેરિકી સિંગર તથા પ્રિયંકાના પતિ નિક જોનાસ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ કપલ આજે પોતાની બીજી એનિવર્સરી ઉજવી રહ્યું છે. પ્રિયંકા અને નિક ની જોડી ફિલ્મી દુનિયાની ખૂબ જ મનપસંદ અને ક્યુટ જોડી માંથી એક છે. અવારનવાર પ્રિયંકા અને નિક એક સાથે મસ્તી કરતા નજર આવે છે. એક વખત ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ પોતાના પતિ નીક ની અમુક બેડરૂમ બાબતોનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દરરોજ સવારે ઉઠ્યા બાદ નિક સૌથી પહેલા શું કામ કરે છે તેના વિશે જણાવ્યું હતું.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે આ થોડું અજીબ છે પરંતુ દરરોજ સવારે ઊઠતાની સાથે જ નિક મારો ચહેરો જોતા રહે છે. પ્રિયંકા નિક ને કહે છે કે ઉઠી ગયા બાદ મને થોડી ક્રીમ અને મસ્કરા લગાવી લેવા દો અને ત્યારબાદ મને જુઓ. પરંતુ નિક આ બધા વગર મને જોવાનું પસંદ કરે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લગ્ન પહેલાં પ્રિયંકા અને નિક એકબીજાને ડેટ કરતા હતા અને ત્રણ ડેટ્સ બાદ નિકે પ્રિયંકાને અપનાવી લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાની માંને કહી દીધું હતું કે તેઓ પ્રિયંકા સાથે લગ્ન કરશે. ત્યાર બાદ બંનેએ ૧ અને ૨ ડિસેમ્બર ૨૦૧૮નાં વિવાહનાં બંધનમાં બંધાઈ ગયા હતા.
જણાવી દઈએ કે દુનિયાભરમાં લોકડાઉન ની વચ્ચે અત્યારે અન્ય કપલની જેમ પ્રિયંકા અને નિક એકબીજા સાથે ખૂબ જ સારો સમય પસાર કરી રહયા હતા. આ દરમિયાન બંને એકબીજાને વધુ નજીકથી જાણવામાં સફળ રહ્યા. તેના વિશે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તેમણે લોકડાઉન દરમિયાન નિક વિશે શું નવું જાણવા મળ્યું? તો આ સવાલનો પ્રિયંકાએ ખુબ જ મજેદાર જવાબ આપ્યો હતો.
પ્રિયંકાએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આટલા દિવસો સુધી સાથે સમય પસાર કર્યા બાદ હું તેને પસંદ કરી રહી છું (હસીને). સાથે ખૂબ જ મજા આવી. અમે આજ સુધી આટલો સમય ક્યારેય સાથે પસાર કર્યો ન હતો. કોરોના વાયરસને કારણે અમે એકબીજા સાથે સમય પસાર કરી શક્યા અને અમે પોતાના નવા ઘરમાં શિફ્ટ થયા.
પ્રિયંકા ચોપડાનાં વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાના અભિનયનો જલવો બતાવી ચૂકી છે. આજે પ્રિયંકા ચોપડા બોલિવૂડ નહીં પરંતુ ઇન્ટરનેશનલ સ્ટારનાં રૂપમાં ઓળખવામાં આવે છે. નિક સાથે લગ્ન કર્યા બાદ તો પ્રિયંકાની ફેન ફોલોઈંગ માં વધારો થઇ ગયો છે. વળી, નિક જોનાસ પણ પ્રિયંકા સાથે લગ્ન કર્યા બાદ વધારે ફેમસ થઈ ગયા છે.
Comments
Post a Comment