પરિવાર કોઈપણ વ્યક્તિના જિંદગીનો મહત્વનો હિસ્સો હોય છે. કહેવામાં આવે છે કે જો પરિવારની સાથે રહેવામાં આવે તો મોટામાં મોટી મુસીબત પણ સરળતાથી ઉકેલી શકાય છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે નાની-નાની વાતોને લઈને લોકો પરિવારથી દૂર થઈ જતા હોય છે. જોકે ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડ સેલિબ્રિટી પણ પોતાના પરિવારથી ગુસ્સે થઇને પોતાનું ઘર છોડવાનો નિર્ણય લઇ ચૂક્યા છે.
જોકે સામાન્ય લોકોને લાગે છે કે ફક્ત તેમના જીવનમાં જ પરેશાનીઓ છે, પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીનાં જીવનમાં પણ ઘણા પ્રકારની પરેશાનીઓ રહેતી હોય છે. ઘણી એવી એકટ્રેસ છે, જેમના સંબંધો પોતાના પરિવારની સાથે સારા નથી. તો આજે અમે તમને અમારા આર્ટિકલમાં અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ, જેમના પોતાના પરિવાર સાથે સંબંધો સારા નથી. તો ચાલો જોઈએ કે આ લિસ્ટમાં આખરે કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે.
રેખા
બોલીવુડની સદાબહાર એક્ટ્રેસ રેખાએ પોતાની એક્ટીંગ થી દેશ અને દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. એક સમય હતો જ્યારે રેખા ઇન્ડસ્ટ્રી ટોપ એક્ટ્રેસમાં સામેલ હતી. તેમના અભિનયનાં લાખો લોકો દીવાના હતા અને ફક્ત રેખાનાં નામ પર જ લોકો સિનેમા હોલ સુધી પહોંચી જતા હતા. રેખા પ્રોફેશનલ લાઈફને લઈને તો સુપરહિટ રહી, પરંતુ તેમની પર્સનલ લાઇફ અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલી રહી. કહેવામાં આવે છે કે રેખાના સંબંધો પોતાના માતા-પિતા સાથે ક્યારેય પણ સારા રહ્યા નહીં. આ વાતને લઈને રેખા એ પોતે પોતાની બાયોગ્રાફીમાં કબુલ કરી હતી. હકીકતમાં રેખાના જન્મ બાદ તેમના પિતાએ માંને છોડી દીધી હતી અને થોડા દિવસો બાદ માં ને જુગારની આદત લાગી ગઈ. તેવામાં ઘરમાં આર્થિક તંગી આવવા લાગી અને તેના કારણે રેખાએ ખૂબ જ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
સુરવીન ચાવલા
ટીવી ઈન્ડસ્ટ્રીથી બોલીવુડ સુધીની સફર ખેડનારા એક્ટ્રેસ સુરવીન ચાવલાએ ઘણી ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ આપેલી છે, પરંતુ શુરવીરનાં સંબંધો ક્યારેય પણ પોતાના પરિવાર સાથે સારા રહ્યા નથી. જણાવવામાં આવે છે કે સુરવીન ચાવલાની સાથે તેમના માતા-પિતાએ બધા જ સંબંધો તોડી નાખ્યા છે, તેની પાછળનું કારણ જણાવવામાં આવે છે કે સુરવીનનાં માતા-પિતા ઈચ્છતા ન હતા કે તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે.
મલ્લિકા શેરાવત
બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત પણ પોતાના પરિવારથી હંમેશા દુઃખી રહે છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો મલ્લિકાનાં માતા પિતા પણ તેમની વિરુદ્ધ હતા અને તેની પાછળનું કારણ મલ્લિકાનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવું હતું. કહેવામાં આવે છે કે મલ્લિકાને સાથે તેમના પરિવારજનો મારપીટ કરતા હતા અને આ કારણને લીધે એક્ટ્રેસે પોતાનું ઘર હંમેશા માટે છોડી દીધું અને વળી તેમણે પિતાની સરનેમનો પણ ઉપયોગ કર્યો નહીં.
કંગના રનૌત
બોલિવૂડની પંગા ક્વિન નાં નામથી મશહૂર એક્ટ્રેસ કંગના રનૌત પણ આ લિસ્ટમાં સામેલ છે. જી હાં, કંગના પણ તે લિસ્ટમાં સામેલ છે. તેમના સંબંધો પોતાના પરિવારજનો સાથે ક્યારેય સારા રહ્યા નથી. આ વિશે તેઓ ઘણી વખત સ્પષ્ટપણે વાતચીત કરી ચૂકેલ છે. એક વખત તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ઘરેથી ભાગી ગઈ હતી, કારણ કે મારી ફેમિલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની વિરુદ્ધ હતી. જોકે હવે કંગના રનૌતનાં પોતાના માતા-પિતા સાથે સંબંધો ખૂબ જ સારા છે. હાલમાં તો કંગના પોતાના મોટા ભાગનો સમય પોતાના માતા-પિતાની સાથે પસાર કરે છે.
Comments
Post a Comment