અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી માતા-પિતા બની ગયા છે. ત્યારે ડિલિવરીના 12 દિવસ બાદ અનુષ્કા પહેલીવાર હવે ઘરની બહાર નજર આવી છે, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
સામે આવેલી તસ્વીરોની અંદર અનુષ્કા શર્માના ચહેરા ઉપર માતા બનવાની ચમક સ્પષ્ટ નજર આવી રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે ઘરની બહાર સ્પોટ થયા હતા, તે દરમિયાન કેમેરામેનને પણ તેમને ઘણા પોઝ આપ્યા હતા. જેની તસવીરો ઇન્ટરનેટ ઉપર છવાયેલી છે.
સામે આવેલી તસ્વીરોની અંદર વિરાટ કોહલી બ્લેક કલરના કપડામાં જોવા મળી રહ્યો છે તો આ દરમિયાન અનુષ્કાએ બ્લુ ડેનિમ જીન્સ અને શર્ટ પહેર્યા છે. કોરોનાના કારણે બંનેએ ચહેરાને માસ્કથી કવર કર્યું છે. થોડા મહિનાઓ પહેલા પ્રિયંકા ચોપડાથી લઈને નતાશા સ્ટેનકોવિચ સુધી, પોલ્કા ડોટવાળા બીન ડ્રેસ પહેરેલા મીમ્સ વાયરલ થયા હતાહા, ફક્ત અનુષ્કા જ નહીં, પણ નતાશા સ્ટેન્કોવિચ પણ તેની ગર્ભાવસ્થા દરમિયાન તે એક સમાન ડ્રેસમાં જોવા મળી હતી, જેને લઈને ફની મીમ્સ બની રહ્યા છે.
વિરાટ કોહલી અને અનુષ્કાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને ઘરમાંથી બહાર નીકળી અને ગાડીમાં બેસવા માટે જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મમ્મી અનુષ્કાએ પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસો સુધી વર્કઆઉટ કર્યું હતું. અને ટ્રેડમિલ પર ચાલતી હોય તેવો વીડિયો પણ વાયરલ થયેલો હતો. આ પહેલાં તેણે વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું હોય તેવી પોસ્ટ શૅર કરી હતી.
બૉલીવુડ ફોટોગ્રાફર વાયરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોની અંદર કમેરામેન વિરાટ અને અનુષ્કાને સાથે આવવાનું કહે છે, જેના કારણે તેમની સાથે તસવીરો ખેંચી શકાય. વિરાટ કોહલીએ પણ કેમેરામેનના કહ્યા મુજબ અનુષ્કાની સાથે આવે છે અને કેમેરામેન સામે પોઝ આપતી ઘણી તસવીરો પણ ખેંચાવી રહ્યો છે.
થોડા સમય પહેલા અભિનેત્રી અનુષ્કા શર્મા સોમવારના રોજ પતિ વિરાટ કોહલી અને તેની ટીમને સપોર્ટ કરવા માટે અબુધાબી સ્ટેડિયમ પહોંચી હતી. એ સમયે ગર્ભવતી અનુષ્કાએ આ સમયે સફેદ ડ્રેસ પહેરી રાખ્યો હતો જેમાં તે હંમેશાની જેમ ખુબ જ સુંદર લાગી રહી હતી.
આ સમયે અનુષ્કાનો બૅબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તેના ચેહરા પર પ્રેગ્નેન્સીનો શાનદાર ગ્લો પણ ઉભરાઈ રહ્યો હતો.આ મહિનાની 11 જાન્યુઆરીના રોજ વિરાટ અને અનુષ્કા માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ એક દીકરીને જન્મ આપ્યા છો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી અને દીકરી જન્મની જાહેરાત કરી હતી.
પરંતુ હજુ સુધી તેમની દીકરીનો ચહેરો સામે આવ્યો નથી. વિરાટ કોહલી પોતાની પ્રાઈવસીનો લઈને હજુ પોતાની દીકરીનો ચહેરો દુનિયા સામે લાવવા નથી માંગતો. જેની વાત પોસ્ટ દ્વારા જ વિરાટે કરી હતી.
Comments
Post a Comment