નામ અને પૈસા મળતા ની સાથે આ બોલીવુડ અભિનેત્રીઓએ પોતાના બોયફ્રેંડને કહી દીધું ટાટા બાય-બાય, નંબર ૩ તો પૈસા માંટે ઝઘડો કરતી હતી
કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ પાસે પૈસા અને નામ આવી જાય છે, તો તેનો મિજાજ બદલાઈ જતો હોય છે. પરંતુ આજે અમે તમને તે બોલિવૂડની હસીનાઓ સાથે મુલાકાત કરાવીશું, જેમણે પોતાના મિજાજની સાથે પોતાનો બૉયફ્રેન્ડ પણ બદલી દીધો. મતલબ કે ફેમસ થતાની સાથે જ તેમણે પોતાના પ્રેમને ટાટા બાય-બાય કરી દીધું હતું.
અનુષ્કા શર્મા – જોહેબ યુસુફ
અનુષ્કા જ્યારે મોડલિંગ કરતી હતી, તો તેના જીવનમાં મોડેલ જોહેબ યુસુફની એન્ટ્રી થઈ હતી. એક સાથે સંઘર્ષ કરતા કરતા બંને એકબીજાને ડેટ પણ કરવા લાગ્યા હતા. પછી અનુષ્કાને યશરાજ ફિલ્મની “રબ ને બના દી જોડી” મળી ગઈ. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેમણે જોહેબ યુસુફ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. વર્તમાનમાં તે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે.
દીપિકા પાદુકોણ – નિહાર પંડ્યા
મોડલિંગના દિવસોમાં દીપિકા પાદુકોણનું દિલ નીહાર પાંડ્યા પર આવી ગયું હતું. બંને મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં મળ્યા હતા. તેમનો સંબંધ અંદાજે ૩ વર્ષ સુધી ચાલ્યું, પરંતુ કારકિર્દીની ગાડી આગળ વધતાંની સાથે જ દીપિકાએ નિહાર સાથે બ્રેકઅપ કરી લીધું હતું. વર્તમાનમાં દીપીકા રણવીર સિંહ સાથે સુખદ લગ્ન જીવન પસાર કરી રહી છે.
પ્રિયંકા ચોપડા – અસીમ મર્ચન્ટ
પ્રિયંકા વર્તમાનમાં હોલિવૂડના સિંગર અને એક્ટર નિક જોનાસની પત્ની છે, પરંતુ એક જમાનો હતો જ્યારે તે પોતાનાથી નાના અભિનેતા અસીમ મર્ચન્ટને ડેટ કરતી હતી. બંનેનો સંબંધ આર્થિક તંગીને કારણે તૂટી ગયો હતો. પૈસાને લઇને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તેવામાં બંનેએ અલગ થવાનું વધારે યોગ્ય માન્યું હતું.
આલિયા ભટ્ટ – અલી દાદરકર
આલિયાને પહેલો પ્રેમ પોતાના બાળપણના મિત્ર અલી દાદરકર સાથે થયો હતો. આલિયાની બોલિવૂડમાં એન્ટ્રી પહેલા બન્ને એકબીજાને ડેટ કરતા હતા. પછી સ્ટુડન્ટ ઓફ ધ યર માં ડેબ્યુ કર્યા બાદ આલિયા અને અલી ની વચ્ચે અંતર આવવા લાગ્યું. તેનું કારણ આલિયાની સ્ટુડન્ટ ઓફ ધ યર નાં સહ-કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના વધી રહેલા સબંધો હતા. વર્તમાનમાં આલિયા રણબીર કપૂરને ડેટ કરી રહી છે.
એશ્વર્યા રાય – રાજીવ મુલચંદાની
સલમાન ખાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર હતું, પરંતુ સલમાન ખાન પહેલા એશ્વર્યાનાં જીવનમાં ૯૦નાં દશકનાં પોપ્યુલર મોડલ રાજીવ મુલચંદાની આવ્યા હતા. બંનેના સંબંધો ત્યારે અખબારોના પાનાં પર છવાયેલા રહેતા હતા. પછી એશ્વર્યાને ફિલ્મો મળવા લાગી. આ વાતથી રાજીવને ખૂબ જ ઇર્ષા થઇ અને બંનેએ પોતાનો સંબંધ સમાપ્ત કરી લીધો. વર્તમાનમાં ઐશ્વર્યા અભિષેક બચ્ચનની સાથે ખુશહાલી પૂર્વક પોતાનું લગ્નજીવન પસાર કરી રહી છે.
Comments
Post a Comment