હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેતા કબીર બેદીએ હાલમાં પોતાનો ૭૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૬નાં રોજ કબીરનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને બોલિવૂડના એક મોટા કલાકારના રૂપમાં ઓળખવામાં આવે છે. પોતાની ફિલ્મોની સાથે કબીર પોતાના અંગત જીવનને લઈને પણ અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે.
કબીર બેદી એક કુલ ૪ લગ્ન કર્યા છે અને તેના કારણે તેઓ હંમેશાં મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે. કબીર બેદીને ફેન્સ જેટલા ફિલ્મોમાં પસંદ કરે છે, એટલા જ તેમની અંગત જિંદગી વિશે પણ જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે. તો ચાલો આજે તમને કબીર બેદીનાં ૭૫માં જન્મદિવસનાં ખાસ અવસર પર અમે તમને તેની સાથે જોડાયેલી ખાસ વાતો થી અવગત કરાવીએ.
૪ લગ્ન કરનાર કબીર બેદી પોતાના ચોથા લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહી ચૂક્યા છે. હિન્દી સિનેમામાં એક લાંબા અરસાથી કામ કરી રહેલ કબીર બેદી વર્ષ ૨૦૧૬માં પોતાના ૭૦માં જન્મદિવસનાં ખાસ અવસર પર પોતાનાથી ૩૦ વર્ષ નાની પરવીન દુસાંજ સાથે લગ્ન કર્યા હતા. બંને ખૂબ જ સારા મિત્ર હતા અને બાદમાં બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઈ. ત્યારબાદ બંનેએ પોતાના સંબંધોને નામ આપવાનો નક્કી કર્યું અને ૭૦ વર્ષની ઉંમરમાં કબીર બેદી અંદાજે ૪૦ વર્ષની ઉંમરની પરવીન દુસાંજ સાથે લગ્ન કરી લીધા હતા.
કબીર અને પરવીનનું અફેર અંદાજે ૧૦ વર્ષ સુધી ચાલ્યું હતું. ૧૬ જાન્યુઆરી, ૨૦૧૬નાં રોજ બંનેએ સાત ફેરા લીધા હતા. ખાસ વાત એ છે કે કબીર બેદીને દીકરી પૂજા બેદી પોતાની સાવકી માં થી પણ પાંચ વર્ષ મોટી છે. જણાવવામાં આવે છે કે પરવીન અને કબીર પહેલી વખત લંડનમાં મળ્યા હતા. બાદમાં મુલાકાતોનો સિલસિલો શરૂ થયો હતો અને ૧૦ વર્ષ સુધી લીવ ઈનમાં રહ્યાં બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
કબીર અને પરવીનનાં લગ્ન સરળ રહ્યા હતા નહીં, કારણકે કબીર પહેલા ૩ લગ્ન કરી ચૂક્યા હતા અને તે ઉંમરમાં પરવીન કરતા અંદાજે ૩૦ વર્ષ મોટા છે. લગ્ન સમયે કબીર ૭૦ વર્ષનાં હતા, જ્યારે પરવીન ૪૦ વર્ષની હતી. તેવામાં પરવીનનો પરિવાર આ સંબંધથી ખુશ હતો નહીં. પરંતુ બંનેના નસીબમાં આ લગ્ન લખાયેલા હતા બાદમાં પરવીન નો પરિવાર આ લગ્ન માટે રાજી થઇ ગયો હતો.
૧૬ જાન્યુઆરી, ૨૦૧૬નાં રોજ બંનેના વિવાહ એક ગુરુદ્વારામાં સંપન્ન થયા હતા. આ લગ્નમાં બંનેના પરિવારજનો અને અમુક મિત્રોએ ભાગ લીધો હતો. આ લગ્નથી જ્યાં એક તરફ પરવીન નો પરિવાર ખુશ હતો નહીં, તો બીજી તરફ કબીર બેદીની દીકરી પૂજા બેદી પણ આ લગ્નથી ખુશ હતી નહીં. તેને લઈને તે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી ચૂકી હતી.
પિતાનાં ચોથા લગ્ન પર પૂજાએ કહ્યું હતું વિવાદિત ટ્વિટ
પોતાના પિતા અને પરવીન દુસાંજ નાં લગ્ન બાદ પૂજા બેદીએ ટ્વિટનાં માધ્યમથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ટ્વિટમાં પૂજાય પોતાની સાવકી માં ને ડાયન કહી દીધી હતી. સોશિયલ મીડિયા પર પૂજાના આ વલણથી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
જણાવી દઈએ કે કબીર બેદીનાં પહેલા લગ્ન વર્ષ ૧૯૬૯માં પ્રોતિમા બેદી સાથે થયા હતા. વર્ષ ૧૯૭૪માં બંને અલગ થઈ ગયા. ત્યાર બાદ કબીર બેદી એ બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઇનર સુસૈન હંફ્રેસ સાથે કર્યા હતા.
થોડા સમય બાદ કબીર અને સુસૈનની વચ્ચે પણ છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ કબીર બેદીએ ત્રીજા લગ્ન ૧૯૯૨માં ટીવી અને રેડિયો પ્રેજેન્ટર સાથે કર્યા હતા. આ લગ્ન પણ ૧૩વર્ષ સુધી ચાલી શક્યા અને વર્ષ ૨૦૦૫માં આ સંબંધનો અંત થઈ ગયો. ત્રીજા લગ્ન તૂટી ગયાના ૧૧ વર્ષ બાદ કબીર બેદીએ ચોથા લગ્ન પરવીન સાથે કર્યા. જણાવી દઈએ કે કબીર બેદીનો એક દીકરો એડમ બેદી પણ છે. જ્યારે તેમના એક દીકરા સિદ્ધાર્થનું મૃત્યુ ઘણા સમય પહેલાં થઈ ચૂક્યું છે.
Comments
Post a Comment